Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલ અને હમાસ દ્વારા યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યું

ઇઝરાયલ અને હમાસ દ્વારા યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યું

Published : 28 November, 2023 12:30 PM | IST | Tel Aviv
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હમાસે પણ યુદ્ધવિરામ લંબાવવા માટેની તૈયારી બતાવી હતી

ગાઝામાં ૫૧ દિવસથી આતંકવાદીઓની કેદમાં રહ્યા બાદ બ્રોડુચ પરિવારનું ફરીથી મિલન થયું હતું. અવિચઈએ  તેની વાઇફ હેગર અને તેમનાં બાળકોને ગળે લગાડ્યાં હતાં. તેમનાં બાળકોને બંધક બનાવાયાં હતાં

ગાઝામાં ૫૧ દિવસથી આતંકવાદીઓની કેદમાં રહ્યા બાદ બ્રોડુચ પરિવારનું ફરીથી મિલન થયું હતું. અવિચઈએ તેની વાઇફ હેગર અને તેમનાં બાળકોને ગળે લગાડ્યાં હતાં. તેમનાં બાળકોને બંધક બનાવાયાં હતાં


ઇઝરાયલની સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદી ગ્રુપે બંધક બનાવેલા વધુ લોકોને મુક્ત કરાવવા માટે એ યુદ્ધવિરામને લંબાવવા માટેનો વિચાર કરવા તૈયાર છે.

ઇઝરાયલની સરકારના પ્રવક્તા યીલોન લેવીએ રિપોર્ટર્સને જણાવ્યું હતું કે અમે બીજા ૫૦ બંધકોને પાછા મેળવવા માગીએ છીએ. દરમ્યાન યુદ્ધવિરામને બે દિવસ માટે લંબાવાયો છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ માટેના કરાર અનુસાર હમાસ દ્વારા ૧૦ બંધકોને છોડવામાં આવે તો એના બદલામાં ઇઝરાયલ યુદ્ધવિરામનો એક એક્સ્ટ્રા દિવસ લંબાવશે.



હમાસે પણ યુદ્ધવિરામ લંબાવવા માટેની તૈયારી બતાવી હતી. આ ગ્રુપે મધ્યસ્થી કરનારાઓને જણાવ્યું હતું કે એ યુદ્ધવિરામને બેથી ચાર દિવસ વધુ લંબાવવા માટે તૈયાર છે.


સોર્સે જણાવ્યું કે જો યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યા બાદ હમાસ ઇઝરાયલના બીજા ૨૦થી ૪૦ બંધકોને મુક્ત કરી શકે છે. યુદ્ધવિરામ લંબાવવા માટે કતાર અને ઇજિપ્ત મધ્યસ્થી કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2023 12:30 PM IST | Tel Aviv | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK