અમેરિકાએ ઈરાનની યુનિવર્સિટી પર હુમલો કર્યો હતો, પણ કોઈ જાનહાનિ નહોતી થઈ : હવે આ ઘટનાને પડકાર આપતાં ઈરાને ચેતવણી આપી દીધી
ઈરાનની યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી પર હુમલો થયા પછી ક્લાસરૂમને થયેલું નુકસાન.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને એક મહિનાનો સમય થઈ ગયો છે ત્યારે હવે ઈરાને અમેરિકન યુનિવર્સિટીઓ પર હુમલો કરવાની ધમકી આપી છે અને આ માટે અમેરિકાને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. અમેરિકાએ ઈરાનની યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી પર હુમલો કર્યો હતો, જોકે એમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. અમેરિકાના આ હુમલાને પડકાર આપતાં ઈરાને કહ્યું હતું કે જો અમેરિકા સોમવારે (આજે) તેહરાન સમય મુજબ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ઈરાની યુનિવર્સિટીઓ પર બૉમ્બહુમલાની નિંદા નહીં કરે તો તે આ પ્રદેશમાં ઇઝરાયલી અને અમેરિકન યુનિવર્સિટીઓને નિશાન બનાવશે. ઈરાને અમેરિકન યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને આ માટે તૈયાર રહીને કૅમ્પસથી એક કિલોમીટર દૂર રહેવા કહ્યું છે.
ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ રવિવારે પશ્ચિમ એશિયામાં કતરની ટેક્સસ A&M યુનિવર્સિટી અને યુનાઇટેડ આરબ એમિરેટ્સની ન્યુ યૉર્ક યુનિવર્સિટીને નિશાન બનાવવાની ચેતવણી આપી છે. IRGCએ કહ્યું હતું કે અમે અમેરિકન યુનિવર્સિટીઓના તમામ કર્મચારીઓ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને એની આસપાસના વિસ્તારોના રહેવાસીઓને કૅમ્પસથી એક કિલોમીટર દૂર રહેવાની સલાહ આપીએ છીએ.
ADVERTISEMENT
તેહરાનમાં યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી પર થયેલા હુમલામાં બિલ્ડિંગને નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી.
