નુકસાન માટે વળતર આપો, પ્રતિબંધો હટાવો અને અમેરિકાની દખલગીરી સામે ગૅરન્ટી આપો
મોહસેન રેઝાઈ
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના વરિષ્ઠ લશ્કરી સલાહકાર મોહસેન રેઝાઈએ યુદ્ધ રોકવા માટે ઈરાનની ૩ માગણીઓ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાનમાં કરવામાં આવેલા હુમલાથી થયેલા નુકસાન માટે વળતર નહીં મળે, ઈરાન સામેના આર્થિક પ્રતિબંધો દૂર કરવામાં નહીં આવે અને અમેરિકા દ્વારા દખલગીરી સામે આંતરરાષ્ટ્રીય ગૅરન્ટી નહીં મળે ત્યાં સુધી સંઘર્ષનો અંત લાવશે નહીં.
મોહસેન રેઝાઈએ તીવ્ર બદલાની ચેતવણી આપીને સંકેત આપ્યો હતો કે તેહરાન સંભવિત વાટાઘાટો અંગે ચાલી રહેલા રાજદ્વારી દાવાઓ છતાં દબાણ જાળવી રાખીને લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવાનો ઇરાદો ધરાવે છે.
