Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શારજાહમાં રહેતા ભારતીયને મારીને ૯ ટુકડા કરી દેવાયા, કારની ડિકીમાંથી મળ્યા; પત્ની અને પુત્ર લાપતાં

શારજાહમાં રહેતા ભારતીયને મારીને ૯ ટુકડા કરી દેવાયા, કારની ડિકીમાંથી મળ્યા; પત્ની અને પુત્ર લાપતાં

Published : 24 September, 2026 11:48 AM | IST | United Arab Emirates
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના શારજાહમાં રહેતા કર્ણાટકના ઉડુપીનાં ૪૦ વર્ષના રહેવાસી અલ્વિન કુંદરની હત્યા કરવામાં આવી છે

પત્ની ટીના અને પુત્ર સાથે અલ્વિન કુંદર

પત્ની ટીના અને પુત્ર સાથે અલ્વિન કુંદર


યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના શારજાહમાં રહેતા કર્ણાટકના ઉડુપીનાં ૪૦ વર્ષના રહેવાસી અલ્વિન કુંદરની હત્યા કરવામાં આવી છે. તેની પત્ની ટિના અને ટીનેજર પુત્ર ગુમ છે અને શક્ય છે કે તેઓ શારજાહ છોડીને જતાં રહ્યાં હોય. 
બાવીસ ઑગસ્ટે ઓમાનના રોડ પર એક કારમાંથી અલ્વિનના શરીરના ૯ ટુકડા મળી આવ્યા હતા. હત્યાની તપાસ ચાલુ છે, પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે હત્યાના કારણની પુષ્ટિ થઈ નથી. તેનો પરિવાર જવાબની શોધમાં છે અને તેમના પાર્થિવ શરીરને સ્વદેશ લાવવાની રાહ જોઈ રહ્યો છે. તેના પરિવારનો આરોપ છે કે હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના ૯ ટુકડા કરી એને બે થેલીમાં ભરીને એક ત્યજી દેવાયેલી કારમાં મૂકી દેવામાં આવ્યા હતા.
અલ્વિન કુંદર છેલ્લાં લગભગ ૧૪ વર્ષથી શારજાહ ઍરપોર્ટ પર કામ કરતો હતો અને UAEમાં તેની સ્કૂલટીચર પત્ની ટીના અને દુબઈમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા તેના પુત્ર સાથે રહેતો હતો.
અલ્વિન કુંદરના ભાઈ અનિલ કુંદરે જણાવ્યું હતું કે તેણે ૨૦ જુલાઈની આસપાસ અલ્વિનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે ફોનનો જવાબ આપ્યો નહોતો. એના બદલે તેણે એક ટેક્સ્ટ મેસેજ મોકલીને જણાવ્યું હતું કે તે ઠીક છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 11:48 AM IST | United Arab Emirates | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK