બ્રિટનમાં ઉગ્રવાદી ખાલિસ્તાનીઓએ વધુ એક વખત વાંધાજનક હરકત કરી છે.
સ્કૉટલૅન્ડમાં ખાલિસ્તાનીઓએ ઇન્ડિયન હાઈ કમિશનરને ગુરુદ્વારામાં જતા રોક્યા
લંડન ઃ બ્રિટનમાં ઉગ્રવાદી ખાલિસ્તાનીઓએ વધુ એક વખત વાંધાજનક હરકત કરી છે. બ્રિટિશ ખાલિસ્તાનીઓના એક ગ્રુપે યુકેમાં તહેનાત ઇન્ડિયન હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને શુક્રવારે સ્કૉટલૅન્ડના એક ગુરુદ્વારામાં પ્રવેશ કરતા રોક્યા હતા. ખાલિસ્તાની સપોર્ટર્સે તેમને કારમાંથી નીચે જ ઊતરવા નહોતા દીધા.
ખાલિસ્તાની સપોર્ટર એક સિખ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે તેમનામાંથી કેટલાકને જાણ થઈ હતી કે દોરાઈસ્વામી અલ્બર્ટ ડ્રાઇવમાં ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા કિમટીની સાથે એક મીટિંગ કરવા આવવાના છે.
તેણે વધુ કહ્યું હતું કે ‘કેટલાક લોકો આવ્યા અને દોરાઈસ્વામીને કહ્યું હતું કે તેમનું અહીં સ્વાગત નથી અને તેઓ જતા રહ્યા હતા. સામાન્ય બોલાચાલી થઈ હતી. મને નથી લાગતું કે જે કંઈ પણ થયું એનાથી ગુરુદ્વારા કમિટી ખુશ હોય, પરંતુ બ્રિટનના કોઈ પણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી. અમે ભારત અને યુકેની મિલીભગતથી પરેશાન છીએ. બ્રિટિશ સિખોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.’
સોર્સિસ અનુસાર ભારતે આ ઘટના વિશે યુકેની ફૉરેન ઑફિસ અને પોલીસમાં ફરિયાદ કરી છે.


