Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Pakistanમાં હોળી પર પ્રતિબંધ, તમામ સંસ્કૃતિ બીજાની છે ને કહો છો હોળી ઈસ્લામ વિરુદ્ધ!

Pakistanમાં હોળી પર પ્રતિબંધ, તમામ સંસ્કૃતિ બીજાની છે ને કહો છો હોળી ઈસ્લામ વિરુદ્ધ!

Published : 22 June, 2023 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાકિસ્તાન(Pakistan)ના ઈસ્લામાબાદ(Islamabad)માં કાયદ-એ-આઝમ યુનિવર્સિટી(Quaid-e-Azam University) માં કેટલાક વિદ્યાર્થીઓએ હોળીની ઉજવણી કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાની યુનિવર્સિટીએ જ હોળીની ઉજવણી પર પ્રતિબંધ (Holi Celebration Ban) લગાવી દીધો છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


પાકિસ્તાન(Pakistan)ના ઈસ્લામાબાદ(Islamabad)માં કાયદ-એ-આઝમ યુનિવર્સિટી(Quaid-e-Azam University) માં કેટલાક વિદ્યાર્થીઓએ હોળીની ઉજવણી કરી હતી. આ ઉજવણીને લગતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ પછી પાકિસ્તાની યુનિવર્સિટીએ જ હોળીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કાયદ-એ-આઝમ યુનિવર્સિટી(Quaid-e-Azam University)એ પણ હોળી પર પ્રતિબંધ (Holi Celebration Ban)ને લઈને નોટિસ જાહેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે હોળીથી ઈસ્લામિક ધર્મને નુકસાન થશે.

પાકિસ્તાન(Pakistan)માં હોળી પ્રતિબંધ(Holi Celebration Ban)ના સમાચાર બાદ પાકિસ્તાની મહિલા પત્રકાર આરજુ કાઝમીએ મેજર ગૌરવ આર્યના એક ટ્વિટને રીટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં ગૌરવ આર્યએ લખ્યું છે કે પાકિસ્તાનીઓ હોળી ઉજવે કે ન ઉજવે, તે તમારી ઈચ્છા છે. કૃપા કરીને એવું ન કહો કે તે તમારી સંસ્કૃતિ અને સામાજિક ધોરણોની વિરુદ્ધ છે. તમારી આખી સંસ્કૃતિ ઉછીની છે.



પાકિસ્તાન (Pakistan)ની 1000ની નોટ પર તુર્કીનો ધ્વજ


આરજુ કાઝમી દ્વારા રીટ્વીટ કરવામાં આવેલ ટ્વિટમાં કેટલીક માહિતી પણ શેર કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાન(Pakistan)સાથે જોડાયેલા કેટલાક તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન(Pakistan)નું રાષ્ટ્રગીત ફારસી ભાષામાં છે. પાકિસ્તાનની 1000ની નોટ પર તુર્કીનો ધ્વજ છે અને પાકિસ્તાનની મિસાઇલો પર અફઘાનિસ્તાનના નામ લખેલા છે. એ પણ હકીકત છે કે પાકિસ્તાને અન્ય દેશોની સંસ્કૃતિ ઉછીની લીધી છે પરંતુ ભારતીય સંસ્કૃતિમાંથી ઇસ્લામ ધર્મને નુકસાન પહોંચાડવાની વાત કરે છે.

પાકિસ્તાનના કેટલાક નેતાઓએ વિરોધ કર્યો


પાકિસ્તાન(Pakistan)ની પંજાબ યુનિવર્સિટીમાં હોળીના અવસર પર વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના સમાચાર પણ આવ્યા હતા. તે સમયે યુનિવર્સિટીની અંદર હોળી મનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

જો કે તાજેતરમાં બનેલી ઘટના બાદ લોકોએ હોળી પર પ્રતિબંધ મુકવા સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનના કેટલાક નેતાઓએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાની પાકિસ્તાન પર પણ માઠી અસર પડી છે. ભારતની જેમ પાકિસ્તાન (Paksitan)માં પણ બિપરજૉય (Cylocne Biparjoy)નો સામનો કરવા માટે આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી. પાકિસ્તાનની ઑથોરિટીઝે સિંધ પ્રાંતના નીચાણવાળા કાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બિપરજૉયના કારણે સમગ્ર પાકિસ્તાનમાં ભારે વરસાદનો ખતરો હતો. પાકિસ્તાનની નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના જણાન્યાનુસાર કરાચીના સીવ્યુ રોડને ટ્રાફિક માટે બ્લૉક કરી દેવામાં આવ્યો હતો જેથી લોકો ખુલ્લા દરિયામાં ન જાય. આ ઉપરાંત કરાચીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2023 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK