ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઝાકિર નાઈકે ઓમાનમાં ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું, મંચ પરથી હિન્દુ મહિલાને મુસ્લિમ બનાવી

ઝાકિર નાઈકે ઓમાનમાં ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું, મંચ પરથી હિન્દુ મહિલાને મુસ્લિમ બનાવી

26 March, 2023 09:25 AM IST | Muscat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયામાં મની લૉન્ડરિંગ અને હેટ સ્પીચ સહિત અનેક આરોપોનો સામનો કરી રહેલા ઝાકિરે ઓમાનમાં પણ ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે.

ઝાકિર નાઈક ફાઇલ તસવીર

ઝાકિર નાઈક ફાઇલ તસવીર

ભાગેડુ ઝાકિર નાઈક રિસન્ટ્લી ઓમાન સરકારના આમંત્રણ પર બે ધાર્મિક લેક્ચર આપવા માટે મસ્કતમાં હતો. ઇન્ડિયામાં મની લૉન્ડરિંગ અને હેટ સ્પીચ સહિત અનેક આરોપોનો સામનો કરી રહેલા ઝાકિરે ઓમાનમાં પણ ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે.

ઝાકિરે ૨૩મી માર્ચે ઓમાન સંમેલનમાં પોતાનું પહેલું લેક્ચર આપ્યું હતું. જે દરમ્યાન ઝાકિરે એક હિન્દુ મહિલાનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. સાથે જ ભારતવિરોધી કમેન્ટ પણ કરી હતી. મસ્કતમાં લેક્ચર દરમ્યાન ઝાકિરે આરતી નામની એક ભારતીય હિન્દુ મહિલાનું ધર્મપરિવર્તન કરાવીને તેને મુસ્લિમ બનાવી હતી. ઝાકિરે તે મહિલાને કહ્યું હતું કે ‘તમે હવે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે. તમે હવે પાપમુક્ત બની ગયાં છો.’


ઝાકિરે કહ્યું હતું કે ભારતમાં બહુમતી હિન્દુઓ મને પ્રેમ કરે છે. તેઓ મને એટલો પ્રેમ કરે છે કે એનાથી વોટ બૅન્ક માટે સમસ્યા ઊભી થઈ જાય છે. ભારતમાં મારી સ્પીચ હોય ત્યારે સેંકડો લોકો મને સાંભળવા આવી જતા હતા, ખાસ કરીને બિહારમાં. એમાંથી ૨૦ ટકા બિન-મુસ્લિમ હોય છે. હિન્દુઓ મને કહેતા હતા કે ઝાકિરભાઈ અમે છેલ્લા બે કલાકમાં તમારા ભાષણમાંથી શીખ્યા છીએ.’


26 March, 2023 09:25 AM IST | Muscat | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK