સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા યુવકે જાહેરમાં પેશાબ કરવાની ના પાડી એટલે સ્થાનિક અમેરિકને વીફરીને બંદૂક ચલાવી દીધી
કૅલિફૉર્નિયા રાજ્યમાં હરિયાણાના ૨૬ વર્ષના કપિલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી
અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં હરિયાણાના ૨૬ વર્ષના કપિલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિક્યૉરિટી ગાર્ડનું કામ કરતા કપિલે જાહેરમાં એક વ્યક્તિને પેશાબ કરતાં રોકવાનો પ્રયાસ કર્યો એથી એ વ્યક્તિ ગુસ્સે ભરાઈ હતી અને તેણે કપિલ પર ગોળી ચલાવી હતી. ગોળી વાગતાં જ કપિલ રસ્તા પર ફસડાઈ પડ્યો હતો. હૉસ્પિટલમાં લઈ જવાતાં તેને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવ્યો હતો. અમેરિકન અધિકારીઓએ હજી સુધી આ કેસમાં કોઈ વ્યક્તિની ધરપકડ નથી કરી.
કપિલ ૨૦૨૨માં ડંકી રૂટ દ્વારા અમેરિકા ગયો હતો. અમેરિકામાં આ રીતે જવા માટે તેણે લગભગ ૪૫ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તેના પરિવારે કહ્યું હતું કે તે અમારો એકમાત્ર વારસદાર હતો અને પરિવારને આર્થિક રીતે સધ્ધર કરવા માટે વિદેશમાં કામ કરતો હતો.


