થોડા સમય પહેલાં જ બંગલાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ટ્રમ્પને મળવા ન્યુ યૉર્ક ગયા હતા જેમાં આ આઇલૅન્ડના ડેવલપમેન્ટ વિશે વાત થઈ હતી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ હવે બંગલાદેશમાં એન્ટ્રી કરવા તૈયાર છે. તેમણે બંગલાદેશના પૂર્વમાં આવેલા સેન્ટ માર્ટિન આઇલૅન્ડ પર રિસૉર્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. એ રિસૉર્ટમાં તેઓ વિદેશીઓ માટે સ્પેશ્યલ ઝોન બનાવશે. થોડા સમય પહેલાં જ બંગલાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ટ્રમ્પને મળવા ન્યુ યૉર્ક ગયા હતા જેમાં આ આઇલૅન્ડના ડેવલપમેન્ટ વિશે વાત થઈ હતી. કહેવાઈ રહ્યું છે કે બંગલાદેશ પહેલાં આ આઇલૅન્ડને ૯૯ વર્ષની લીઝ પર આપશે. વચગાળાની સરકારે આ આઇલૅન્ડ લીઝ પર આપવા માટે સંસદની અનુમતિ પણ લેવી નહીં પડે. વચગાળાની સરકાર સેનાની પરવાનગી સાથે પોતાની રીતે જ નિર્ણય લઈ શકશે.
ક્યાં છે સેન્ટ માર્ટિન આઇલૅન્ડ?
ADVERTISEMENT
સેન્ટ માર્ટિન આઇલૅન્ડનું લોકેશન ખૂબ જ મહત્ત્વનું છે. બંગાળની ખાડીમાં ૯ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો આ દ્વીપ બંગલાદેશની મુખ્ય ભૂમિથી માત્ર ૮ કિલોમીટર દૂર છે. અહીં લગભગ ૩૫૦૦ લોકો રહે છે. આ દ્વીપના દક્ષિણમાં મલાકા જળસંધિ છે. આ જળસંધિ પરથી દુનિયાના લગભગ ૩૦ ટકા માલનું પરિવહન થાય છે. આ જગ્યા પર રિસૉર્ટ બનાવીને આ એરિયામાં અમેરિકાનો અડ્ડો બનાવવાનો ટ્રમ્પનો પ્લાન સ્ટ્રૅટેજિકલી પણ બહુ મહત્ત્વનો છે.


