ઈરાનયુદ્ધને કારણે ઊર્જાના ભાવમાં સતત થઈ રહેલો વધારો મિડ-ટર્મ ઇલેક્શનમાં ભારી પડી શકે
ડોનલ્ડ ટ્રમ્પ
૨૯ જુલાઈથી ૩ ઑગસ્ટ દરમ્યાન કરાયેલા એક સર્વે અનુસાર લગભગ એક દાયકામાં પ્રથમ વખત અમેરિકન મતદારોએ અર્થતંત્ર સંભાળવામાં ડેમોક્રૅટિક પાર્ટીને રિપબ્લિકન પાર્ટી કરતાં વધુ સક્ષમ ગણાવી છે અને આ સાથે જ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું અપ્રૂવલ-રેટિંગ ૩૭ ટકાથી ઘટીને ૩૫ ટકા થઈ ગયું છે.
સર્વે મુજબ ૩૭ ટકા નોંધાયેલા મતદાતાઓએ અર્થતંત્ર સંભાળવામાં ડેમોક્રૅટ્સના અભિગમને વધુ સારો ગણાવ્યો હતો, જ્યારે ૩૬ ટકાએ રિપબ્લિકન્સને પસંદ કર્યા હતા. જો હાલમાં કૉન્ગ્રેસની ચૂંટણી યોજાય તો ૪૨ ટકા મતદાતાઓ ડેમોક્રૅટ ઉમેદવારને અને ૩૭ ટકા રિપબ્લિકન ઉમેદવારને મત આપશે એવું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
રૉઇટર્સના અહેવાલ મુજબ ઈરાનયુદ્ધને કારણે વધેલી ઈંધણની કિંમતો અને અર્થતંત્રની ચિંતાઓ ટ્રમ્પ સરકાર માટે પડકાર બની રહી છે જેની અસર મિડ-ટર્મ ઇલેક્શનના રિઝલ્ટ પર પણ પડી શકે છે.
