વિમાનને સલામત રીતે લૉસ ઍન્જલ્સ ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાઇલટની સતર્કતાને કારણે વિમાનમાં સવાર તમામ ૨૨૬ મુસાફરો અને ૯ ક્રૂ-સભ્યોના જીવ બચી ગયા હતા.
ડેલ્ટા ઍરલાઇન્સની ફ્લાઇટ
લૉસ ઍન્જલ્સ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ઍટલાન્ટા જતી ડેલ્ટા ઍરલાઇન્સની ફ્લાઇટ DL-446ના ડાબા એન્જિનમાં ટેક ઑફ થયાની થોડી મિનિટો બાદ આગ લાગતાં ૨૨૬ મુસાફરો અને ૯ ક્રૂના જીવ જોખમમાં મુકાયા હતા. આગ લાગતાંની સાથે જ પાઇલટે તાત્કાલિક ‘મે ડે’ જાહેર કર્યો અને ઍર ટ્રાફિક કન્ટ્રોલને જાણ કરી હતી. વિમાનને સલામત રીતે લૉસ ઍન્જલ્સ ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાઇલટની સતર્કતાને કારણે વિમાનમાં સવાર તમામ ૨૨૬ મુસાફરો અને ૯ ક્રૂ-સભ્યોના જીવ બચી ગયા હતા.


