° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


ચીનમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઇરસ, માણસોને સંક્રમિત કરી શકે

27 November, 2022 09:27 AM IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિસર્ચર્સ અનુસાર આ વાઇરસ સરળતાથી માણસના શરીરમાં પ્રવેશી શકે છે અને મોટા પાયે વિનાશ વેરી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં કોરોનાની મહામારીની શરૂઆત ચીનથી જ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. લગભગ સમગ્ર દુનિયામાં કોરોનાના કેસો ખૂબ જ ઘટી ગયા છે, પરંતુ ચીનમાં એનું પ્રમાણ વધ્યું છે. દરમ્યાનમાં કેટલાક સાયન્ટિસ્ટ્સે દાવો કર્યો છે કે દ​ક્ષિણ ચીનમાં ચામાચીડિયામાં કોરોના જેવો વાઇરસ મળ્યો છે, જે દર પાંચમાંથી એક વ્યક્તિમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે. આ વાઇરસને BTSY2 નામ આપવામાં આવ્યું છે અને એ SAARS-COV-2ને સંબંધિત છે. ચીન અને સિડનીના રિસર્ચર્સ અનુસાર આ વાઇરસ સરળતાથી માણસ શરીરમાં પ્રવેશી શકે છે અને મોટા પાયે વિનાશ વેરી શકે છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે ચીનના યુનાન પ્રાંતમાં ચામાચીડિયામાં મળેલો એ વાઇરસ પાંચ ખતરનાક વાઇરસમાંથી એક છે કે જેનાથી માણસો અને પશુઓને અનેક પ્રકારની બીમારી થઈ શકે છે. એ સિવાય આ સાયન્ટિસ્ટ્સની ટીમે અનેક નવા સંભવિત પશુજન્ય રોગો વિશે પણ જાણકારી આપી છે કે જે પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે.

ચીનના શેન્ઝેનસ્થિત સન યાત-સેન યુનિવર્સિટી, યુનાન ઇ​ન્સ્ટિટ્યૂટ ઑફ ઍન્ડેમિક ડિસીસ કન્ટ્રોલ અને સિડની યુનિવર્સિટીના રિસર્ચર્સે આ રિસર્ચનું નેતૃત્વ કર્યું હતું. આ ટીમે જણાવ્યું હતું કે ‘અમે વાઇરસના પાંચ પ્રજાતિઓની ઓળખ કરી છે જે માણસો અને પશુઓેને બીમાર કરી શકે છે, જેમાંથી એક કોરોના વાઇરસ જેવો છે. આ નવા વાઇરસનો SAARS-COV-2 અને SAARS-COV બન્નેની સાથે નજીકનો સંબંધ છે.

આ સાયન્ટિસ્ટ્સે ચીનના યુનાન પ્રાંતની છ કાઉન્ટી કે શહેરોમાં ચામાચીડિયાની ૧૫ પ્રજાતિઓના ૧૪૯ ચામાચીડિયાનાં યુરિન સૅમ્પલ્સ લીધાં હતાં. ચામાચીડિયાના જીવિત કોશિકાઓમાં ન્યુક્લિક ઍસિડ (જેને આરએનએ કહેવામાં આવે છે) હોય છે, દરેક ચામાચીડિયામાંથી એ કાઢવામાં આવ્યું હતું. સંશોધકોએ જોયું હતું કે એક ચામાચીડિયાને એક સાથે અનેક વાઇરસ દ્વારા સંક્રમિત કરવામાં આવ્યું હતું.

27 November, 2022 09:27 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

દુનિયાના આ ૧૨ દેશોમાં નથી આપવો પડતો ઇન્કમ ટેક્સ

દેશના નાગરિકો જીવે છે ટેક્સ ફ્રી જીવન

01 February, 2023 05:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

Pakistan: મસ્જિદ બાદ હવે 25 સશસ્ત્ર આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો

પોલીસના જણાવ્યા અનુસાર, 20થી 25 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. જો કે બંને તરફથી ભારે ગોળીબાર બાદ આતંકીઓ ભાગી ગયા હતા

01 February, 2023 11:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

પેશાવરની મસ્જિદમાં વિસ્ફોટ, ૪૬નાં મોત, ૧૫૦થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનના તાલિબાનના કમાન્ડરે લીધી આત્મઘાતી હુમલાની જવાબદારી 

31 January, 2023 11:05 IST | Peshawar | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK