એક પારિવારિક સમારોહ વખતે આ બનાવ બન્યો હતો અને એમાં ગોળીબાર બાદ ઉત્સવનું વાતાવરણ માતમમાં ફેરવાઈ ગયું હતું.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના શિકાગો શહેરમાં શનિવારે રાત્રે ગૅન્ગવૉરના એક બનાવમાં આઠ લોકો પર ગોળીઓ છોડવામાં આવી હતી જેમાં ૭ વર્ષની એક છોકરી મૃત્યુ પામી હતી અને બીજા ૭ જણ ઘાયલ થયા હતા. પોલીસનું માનવું છે કે આ ગૅન્ગવૉરની ઘટના છે. આ અચાનક બનેલી ઘટના નથી, પણ ગૅન્ગ સાથે સંકળાયેલા લોકોનું કામ છે. ઘાયલોમાં એક વર્ષ અને સાત વર્ષનાં બે બાળકને ઘણી ગોળી વાગી હોવાથી તેમની હાલત ગંભીર છે. એક પારિવારિક સમારોહ વખતે આ બનાવ બન્યો હતો અને એમાં ગોળીબાર બાદ ઉત્સવનું વાતાવરણ માતમમાં ફેરવાઈ ગયું હતું. ત્રણ નાનાં બાળકો પૈકી એકને માથામાં ગોળીઓ વાગતાં તેનું મૃત્યુ થયું હતું.

