આને લીધે આવતા વર્ષે થનારા ઇલેક્શન પહેલાં તેમની લિબરલ પાર્ટીની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે
જસ્ટિન ટ્રુડો
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને તેમના જ સાથી જગમિત સિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીએ સપોર્ટ પાછો ખેંચી લેતાં જબરદસ્ત ફટકો પડ્યો છે. આને લીધે આવતા વર્ષે થનારા ઇલેક્શન પહેલાં તેમની લિબરલ પાર્ટીની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. સોશ્યલ મીડિયા પર વિડિયો મેસેજ મૂકીને જગમિત સિંહે કહ્યું હતું કે ‘ટ્રુડો કન્ઝર્વેટિવ પાર્ટીનો મુકાબલો કરી શકે એવી સ્થિતિમાં નથી. તાજેતરની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ આસાન જીત હાંસલ કરી હતી.’