૨૦૨૩ની ૭ ઑક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલામાં મોટી સંખ્યામાં બાળકોનાં મૃત્યુ થયાં હતાં
મૃત્યુ પામેલાં લગભગ ૨૦૦ બાળકોના ફોટો સાથે શ્રદ્ધાંજલિ આપતું પ્રતીકાત્મક ઇન્સ્ટૉલેશન
૨૦૨૩ની ૭ ઑક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલામાં મોટી સંખ્યામાં બાળકોનાં મૃત્યુ થયાં હતાં. એમાં ઇઝરાયલનાં બાળકો ઉપરાંત ઇઝરાયલે ગાઝા પટ્ટી પર આપેલી પ્રતિક્રિયામાં પૅલેસ્ટીનનાં બાળકો પણ મૃત્યુ પામ્યાં હતાં. બીજી તરફ પોલીસના અંધાધૂંધ ગોળીબારમાં બ્રાઝિલનાં બાળકો પણ મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટનાને લગભગ બે વર્ષ પૂરાં થવામાં છે ત્યારે ગઈ કાલે બ્રાઝિલની એક સ્વૈચ્છિક સંસ્થાએ ઇઝરાયલ, પૅલેસ્ટીન અને બ્રાઝિલમાં મૃત્યુ પામેલાં લગભગ ૨૦૦ બાળકોના ફોટો સાથે શ્રદ્ધાંજલિ આપતું પ્રતીકાત્મક ઇન્સ્ટૉલેશન કર્યું હતું.


