બીજી તરફ પે-પાલના સહસ્થાપક પીટર થીલે મેથુસેલાહ ફાઉન્ડેશનમાં રોકાણ કર્યું છે.
જેફ બેઝોસ, પીટર થીલ, સૅમ ઑલ્ટમૅન
દુનિયાના અબજપતિઓ ઉંમર વધારી શકે એવી ટેક્નિકો પર રિસર્ચ કરી રહ્યા હોવાનું ન્યુ યૉર્ક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઑનલાઇન સામાન વેચતી કંપની ઍમેઝૉનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેફ બેઝોસે તેમની કંપની અલ્ટોસ લૅબ્સમાં ત્રણ અબજ ડૉલર એટલે કે આશરે ૨૫,૨૯૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એનો ઉદ્દેશ બાયોલૉજિકલ રીપ્રોગ્રામિંગ ટેક્નિક પર કામ કરવાનો છે જે માણસના સેલ્સ (કોષ)ને લૅબોરેટરીમાં ફરીથી યુવાન બનાવી શકે છે.
બીજી તરફ પે-પાલના સહસ્થાપક પીટર થીલે મેથુસેલાહ ફાઉન્ડેશનમાં રોકાણ કર્યું છે. આ ફાઉન્ડેશન નવી ટેક્નિક દ્વારા બીમારીઓને રોકવા અને ઉંમર વધારવાના મુદ્દે કામ કરી રહી છે.
ChatGPTના સંસ્થાપક સૅમ ઑલ્ટમૅને રિટ્રો બાયોસાયન્સમાં ૧૮૦ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૫૧૭ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ કંપનીનો દાવો છે કે તેમની ટેક્નિક માણસની ઉંમરને ૧૦ વર્ષ સુધી વધારી શકે એમ છે.