Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીયોના અમેરિકન ડ્રીમ માટે ખતરાની ઘંટડી

ભારતીયોના અમેરિકન ડ્રીમ માટે ખતરાની ઘંટડી

Published : 26 April, 2026 07:09 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની પાર્લમેન્ટમાં H-1B વીઝા પર ૩ વર્ષ માટે પ્રતિબંધ લગાવવાની માગણી કરતું બિલ રજૂ થયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાની સંસદમાં H-1B વીઝા પર ૩ વર્ષ માટે બૅન લગાવવાની ડિમાન્ડ કરતું બિલ રિપબ્લિકન પાર્ટીની સંસદસભ્ય ઍલી ક્રેને રજૂ કર્યું હતું. ઍલી ક્રેનના ‘એન્ડ H-1B વીઝા અબ્યુઝ ઍક્ટ ૨૦૨૬’ નામના બિલને ૭ અન્ય રિપબ્લિકન પાર્ટીના સંસદસભ્યોએ સમર્થન આપ્યું હતું. તેમની દલીલ છે કે આ વીઝા-કાર્યક્રમનો દુરુપયોગ કરીને અમેરિકન પ્રોફેશનલ્સને બદલે વિદેશીઓને નોકરી આપવામાં આવી રહી છે. આ બિલમાં H-1B પ્રોગ્રામમાં કેટલાક સુધારાઓનો પણ પ્રસ્તાવ છે. એમાં વાર્ષિક સીમા ઘટાડીને ૬૫,૦૦૦થી ૨૫,૦૦૦ કરવાનો, ઓછામાં ઓછું વેતન બે લાખ ડૉલર પ્રતિ વર્ષ નક્કી કરવાનો અને H-1B વીઝાધારકોના આ​િશ્રતોને અમેરિકામાં લાવવાની પરવાનગી નહીં આપવાનો પ્રસ્તાવ છે. 

આ બિલમાં H-1B પ્રોગ્રામને લૉટરી-સિસ્ટમને બદલે પગાર-આધારિત સિલેક્શન પ્રોસેસમાં બદલવાની પણ રજૂઆત થઈ છે. આ ઉપરાંત કંપનીઓએ એ સાબિત કરવું પડશે કે આ કામ માટે તેમને કોઈ યોગ્ય અમેરિકન કર્મચારી નથી મળી રહ્યો એટલું જ નહીં, તેમણે કોઈ અમેરિકનને નોકરીમાંથી પાણીચું પણ નથી આપ્યું. 



જો આ નવું બિલ પાસ થાય તો ભારતીયો પર એ ખૂબ અસર કરી શકે છે. H-1B વીઝા-પ્રોગ્રામનો ઉપયોગ અમેરિકાની ટેક્નૉલૉજી કંપનીઓ વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખવા માટે કરે છે અને એમાં ટેક્નૉલૉજી અને હેલ્થકૅર સેક્ટરમાં સૌથી વધુ ભારતીયો વીઝા મેળવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 07:09 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK