૧૧ ઑગસ્ટને બલૂચિસ્તાનના સ્વતંત્રતાદિવસ તરીકે ઊજવવામાં આવશે અને વિશ્વભરના બલૂચ સમુદાયોને આ પ્રસંગને ઊજવવા વિનંતી કરવામાં આવી છે.
૧૧ ઑગસ્ટને બલૂચિસ્તાનનો આઝાદી દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનથી સ્વતંત્રતા જાહેર કર્યાના અઠવાડિયા પછી સ્વ-ઘોષિત રિપબ્લિક ઑફ બલૂચિસ્તાને જાહેરાત કરી છે કે ૧૧ ઑગસ્ટને બલૂચિસ્તાનના સ્વતંત્રતાદિવસ તરીકે ઊજવવામાં આવશે અને વિશ્વભરના બલૂચ સમુદાયોને આ પ્રસંગને ઊજવવા વિનંતી કરવામાં આવી છે.
૧૯૪૭માં બ્રિટિશ રાજ વખતે બલૂચિસ્તાન પાકિસ્તાનની જેમ એકીકૃત રાજ્ય નહોતું. એ સમયે અે ચાર પ્રાંત કલાત, ખરાન, લસબેલા અને મકરાનમાં વહેંચાયેલું હતું. જોકે એમાં કલાત પ્રાંત સૌથી મોટો હતો અને અેના શાસકને ખાન ઑફ કલાત તરીકે ઓળખવામાં આવતા હતા. કલાતના ખાન મીર અહમદ યાર ખાને સ્પષ્ટ કર્યું હતું કે બલૂચિસ્તાન પાકિસ્તાન કે ભારતમાં જોડાશે નહીં પણ એક સ્વતંત્ર દેશ તરીકે રહેશે. અે સમયે ૧૧ ઑગસ્ટે બલૂચિસ્તાનને આઝાદીની માન્યતા આપવામાં આવી હતી અને કલાતે ખુદને સ્વતંત્ર દેશ હોવાની જાહેરાત કરી હતી. જોકે ૨૨૭ દિવસ બાદ ૧૯૪૮ની ૨૭ માર્ચે પાકિસ્તાને અેના પર હુમલો કર્યો હતો અને મોહમ્મદ અલી ઝીણાએ બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દીધું હતું. જોકે એ સમયથી ૧૧ ઑગસ્ટને બલૂચિસ્તાન આઝાદી દિવસ તરીકે માને છે અને અેથી ૧૧ ઑગસ્ટને બલૂચિસ્તાનનો આઝાદી દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
