BLAના પ્રવક્તા જિયાંદ બલૂચે જાહેર કર્યું કે ‘BLAએ બલૂચિસ્તાનનાં ૩૯ અલગ-અલગ ઠેકાણાંઓ પર હુમલા કર્યા છે
પ્રતીકાત્મક તસવીર
બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સેના વિરુદ્ધ પોતાની કાર્યવાહી વધારી દીધી છે. BLAના પ્રવક્તા જિયાંદ બલૂચે જાહેર કર્યું કે ‘BLAએ બલૂચિસ્તાનનાં ૩૯ અલગ-અલગ ઠેકાણાંઓ પર હુમલા કર્યા છે. અમારું આ ઑપરેશન હજી યથાવત્ છે. આ ઑપરેશન દરમ્યાન મોટા હાઇવેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, સાથે જ પાકિસ્તાની પોલીસ-સ્ટેશન, પાકિસ્તાની સેના અને તેનાં હથિયારોને પકડવામાં આવી રહ્યાં છે.


