ગોળીબારમાં ૧૦ જણનાં મોત, ૨૮ ઘાયલ; પોતે પણ આત્મહત્યા કરી લીધી
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં ગઈ કાલે સવારે એક હાઈ સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં સ્ટુડન્ટ્સ અને શિક્ષક સહિત ૧૦ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૮ જણ ઘાયલ થયા હતા. એમાંથી ચારની હાલત ખૂબ જ ગંભીર છે. ઑસ્ટ્રિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર સવારે લગભગ ૧૦ વાગ્યે બોર્ગ હાઈ સ્કૂલની અંદર બે ક્લાસમાં એક ભૂતપૂર્વ સ્ટુડન્ટ ઘૂસી ગયો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને પછી આત્મહત્યા કરી લીધી હતી. તેનો મૃતદેહ સ્કૂલના એક બાથરૂમમાંથી મળી આવ્યો હતો.

