ટીમને ન્યુ યૉર્ક શહેરની બહાર એક અપાર્ટમેન્ટમાં સિગ્નલ મળી રહ્યું હોવાની ખબર પડી હતી, પરંતુ ત્યાં કોઈ મળ્યું નહોતું
અમેરિકન સીક્રેટ સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં ન્યુ યૉર્ક વિસ્તારના ગુપ્ત નેટવર્કનાં નિષ્કિય કરેલાં ઉપકરણો જોઈ શકાય છે.
અમેરિકન સીક્રેટ સર્વિસે યુનાઇટેડ નેશન્સ (UN) જનરલ ઍસેમ્બલી પહેલાં ન્યુ યૉર્કના ટેલિકૉમ નેટવર્કમાં વિઘ્ન નાખવામાં સક્ષમ એક લાખથી વધુ સિમ કાર્ડ નષ્ટ કર્યાં હતાં. આ ઑપરેશનમાં ઘણી એજન્સીઓએ કામગીરી કરીને ન્યુ યૉર્કની પાસે ૩૦૦ સિમ સર્વર જપ્ત કર્યાં હતાં. ડોનલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના નેતાઓની સુરક્ષા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
અમેરિકાની સીક્રેટ સર્વિસે મંગળવારે કહ્યું હતું કે ‘ન્યુ યૉર્કના ટેલિકૉમ નેટવર્કને ક્રૅશ કરી શકે એવાં સિમ કાર્ડ નેટવર્કને તોડી પાડવામાં આવ્યું હતું. UNની બેઠક જ્યાં મળવાની હતી એની આસપાસના ૩૫ માઇલના વિસ્તારમાં ફેલાયેલા આ નેટવર્કને તોડી પાડ્યું હતું.’
ADVERTISEMENT
ટીમને ન્યુ યૉર્ક શહેરની બહાર એક અપાર્ટમેન્ટમાં સિગ્નલ મળી રહ્યું હોવાની ખબર પડી હતી, પરંતુ ત્યાં કોઈ મળ્યું નહોતું.


