ઈરાને કુવૈતમાં ઊર્જા-સુવિધાઓને પણ ડ્રોનથી નિશાન બનાવી છે. હુમલાઓમાં મુખ્ય તેલ અને વીજળી-સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી
ગઈ કાલે પણ ઇઝરાયલે લેબૅનનના બૈરુત શહેરને બૉમ્બધડાકાઓથી ધમરોળ્યું હતું.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો પછી ઈરાનના લાવન ટાપુ પરની તેલ રિફાઇનરી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી. હુમલાનો તાત્કાલિક ખુલાસો કરવામાં આવ્યો નથી. ફાયર-બ્રિગેડ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે.
ઈરાને કુવૈતમાં ઊર્જા-સુવિધાઓને પણ ડ્રોનથી નિશાન બનાવી છે. હુમલાઓમાં મુખ્ય તેલ અને વીજળી-સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. કુવૈતના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સવારે પાંચ વાગ્યાથી ૨૮ ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં છે. દુશ્મન દ્વારા મોટો અને ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આવેલા ડ્રોનને ઍર ડિફેન્સ સિસ્ટમે અટકાવ્યાં હતાં. બીજી તરફ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)એ પણ કહ્યું હતું કે અમારી ઍર ડિફેન્સ સિસ્ટમ ઈરાનથી આવી રહેલી મિસાઇલોના જવાબમાં ગોળીબાર કરી રહી છે.
ADVERTISEMENT
યુદ્ધવિરામ જાહેર કર્યા પછી પણ લેબૅનન પર હુમલા ચાલુ, ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી
અમેરિકા સાથે લાંબી ટશન પછી ૧૫ દિવસનો યુદ્ધવિરામ જાહેર થયો, પરંતુ એ પછી પણ પૂરી શરતો માનવામાં ન આવતાં ઈરાને ગઈ કાલે સાંજે ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ કરવાની ઘોષણા કરી દીધી છે. અહેવાલો અનુસાર તેહરાને ચેતવણી આપી છે કે ‘લેબૅનન પર ચાલી રહેલા ઇઝરાયલના ભારે હુમલાને કારણે હોર્મુઝ સ્ટ્રેટને ફરી બંધ કરવામાં આવી છે. અહીંથી પસાર થતા કોઈ પણ જહાજને નિશાન બનાવીશું.’ ટ્રમ્પે પણ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે ‘હાલના યુદ્ધવિરામના સમાધાનમાં લેબૅનનને સામેલ નથી કરવામાં આવ્યું. ઇઝરાયલના હિઝબુલ્લા પર હુમલા એ અલગ જ સંઘર્ષ છે. એ તો પાછળથી સુલઝાવીશું. હાલમાં મુખ્ય ફોકસ માત્ર ક્ષેત્રીય તનાવ ઘટાડવા પર છે.’
