ટર્કીના અન્કારામાં આવેલી ટર્કિશ ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈ કાલે આતંકવાદી હુમલો થયો હતો જેમાં આ લખાય છે ત્યાં સુધી બે આતંકવાદીઓ સહિત પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં તેમ જ ૧૪ જણ ઘાયલ થયા હોવાના સમાચાર છે.
પ્રતીકાત્મક તસવીર
ટર્કીના અન્કારામાં આવેલી ટર્કિશ ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈ કાલે આતંકવાદી હુમલો થયો હતો જેમાં આ લખાય છે ત્યાં સુધી બે આતંકવાદીઓ સહિત પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં તેમ જ ૧૪ જણ ઘાયલ થયા હોવાના સમાચાર છે. એવું પણ કહેવાય છે કે અમુક લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. ટર્કીના ઇન્ટીરિયર મિનિસ્ટરે કહ્યું હતું કે ‘ટર્કિશ ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં આતંકવાદી હુમલો થયો છે. કમનસીબે આ હુમલામાં મૃત્યુ થયાં છે અને અમુક લોકો ઘાયલ પણ છે.’