ચીન ૨૦૨૫ સુધીમાં ૬૫ અને ૨૦૩૫ સુધીમાં ૮૦ સબમરીનનો કાફલો ઊભો કરવા માગે છે.
પ્રતીકાત્મક તસવીર
ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ન્યુક્લિયર પાવર્ડ અટૅક સબમરીન આ વર્ષના મે અથવા જૂન મહિનામાં ડૂબી ગઈ હોવાનો દાવો અમેરિકાના સંરક્ષણ અધિકારીએ કર્યો હતો. ચીનની નેવી દુનિયાની સૌથી મોટી છે અને તેની પાસે હાલમાં ૩૭૦ શિપ અને અનેક સબમરીન છે. તે હજી એમાં વિસ્તરણ કરી રહી છે. જોકે ચીને જણાવ્યું હતું કે આ મુદ્દે જાણકારી આપવા માટે અમારી પાસે કોઈ માહિતી નથી.
ચીન પાસે ૨૦૨૨ સુધીમાં ૬ ન્યુક્લિયર પાવર્ડ બેલાસ્ટિક મિસાઇલ સબમરીન, ૬ ન્યુક્લિયર પાવર્ડ અટૅક સબમરીન અને ૪૮ ડીઝલ પાવર્ડ અટૅક સબમરીન હોવાનો અમેરિકાએ દાવો કર્યો હતો. ચીન ૨૦૨૫ સુધીમાં ૬૫ અને ૨૦૩૫ સુધીમાં ૮૦ સબમરીનનો કાફલો ઊભો કરવા માગે છે.