આગામી ૧૧ મહિનામાં ક્ષમતાનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી શહેર આવતા વર્ષે વાયુપ્રદૂષણનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે.
ફાઇલ તસવીર
રાષ્ટ્રીય રાજધાનીના વાયુપ્રદૂષણનો સામનો કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે લગભગ ૪૦ સ્ટાર્ટઅપ સ્થાપકો, વેન્ચર કૅપિટલ પ્રતિનિધિઓ અને ખાનગી ઇક્વિટી પ્રતિનિધિઓ દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં મળ્યા હતા. ગતિશીલતા, કૃષિ અને હવા શુદ્ધીકરણ જેવાં ક્ષેત્રોમાં કામ કરતાં સ્ટાર્ટઅપ્સે એમના અભિગમો શૅર કર્યા હતા અને આ મુદ્દે આવી રહેલા પડકારોની ચર્ચા કરી હતી. ગઈ કાલે દિલ્હીમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૪૬૨ નોંધાયો હતો.
મીટિંગનું આયોજન કરનાર ‘ધ ભારત પ્રોજેક્ટ’નાં સ્થાપક શ્રદ્ધા શર્માએ જણાવ્યું હતું કે આગામી ૧૧ મહિનામાં ક્ષમતાનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી શહેર આવતા વર્ષે વાયુપ્રદૂષણનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે.
ADVERTISEMENT
કારપૂલિંગ અને બાઇક-પૂલિંગ પ્લૅટફૉર્મ ક્વિક રાઇડના સહસ્થાપક વિશાલ લાવતીએ જણાવ્યું હતું કે ખાનગી વાહનો શહેરના પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ફાળો આપે છે.


