
પોરબંદર - તસવીર પીટીઆઇ
Updated
1 year 10 months 2 weeks 3 days 6 hours 5 minutes ago
06:09 PM
કચ્છમાં ભૂકંપના આંચકા
ગુજરાત ભુજ અને કચ્છ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.3 છે. ગુજરાતમાં ચક્રવાતને કારણે તટના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 50 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કચ્છમાં વરસાદ પણ આવી રહ્યો છે.
Updated
1 year 10 months 2 weeks 3 days 6 hours 31 minutes ago
05:43 PM
મુંબઈથી કેટલું દૂર છે બિપરજૉય
મુંબઈ IMD પ્રમુખ સુનીલ કાંબળેએ કહ્યું કે ચક્રવાત બિપરજૉય હાલ મુંબઈથી દૂર છે. અને પોરંબદરથી 300 કિલોમીટર દૂર છે. 15 જૂનના રોજ બપોરે માંડવી અને કરાચી વચ્ચે બિપરજૉયના લેન્ડફૉલ થવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.
Updated
1 year 10 months 2 weeks 3 days 7 hours 3 minutes ago
05:11 PM
પશ્ચિમ કિનારે, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ગંભીર ચક્રવાતની સ્થિતિને કારણે 15 જૂને ખમ્મામમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની જાહેર સભા મોકૂફ રાખવામાં આવી છે. એમ તેલંગાણા ભાજપના પ્રમુખ બંદી સંજયએ જણાવ્યું છે.
Updated
1 year 10 months 2 weeks 3 days 7 hours 32 minutes ago
04:42 PM
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે ત્રણેય સેના પ્રમુખો સાથે વાત કરી અને ચક્રવાત `બિપરજૉય`ની અસરનો સામનો કરવા માટે સશસ્ત્ર દળોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ, સિંહે જણાવ્યું હતું કે, "ચક્રવાતને કારણે ઊભી થતી કોઈપણ પરિસ્થિતિ અથવા આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સશસ્ત્ર દળો નાગરિક સત્તાવાળાઓને દરેક સંભવિત સહાય પૂરી પાડવા માટે તૈયાર છે."