વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ઓછું મતદાન પરિણામમાં ઊલટફેર કરી શકે છે. વળી લાંબા સમય બાદ બીજેપી, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ થયો હોવાથી બેઠકો વહેંચાઈ શકે

અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકોની મતગણતરી આજે અમદાવાદમાં ત્રણ કૉલેજમાં થશે અને એના માટે ચૂંટણી તંત્રએ તૈયારીઓ પૂરી કરી દીધી છે. આ ત્રણ સ્થળોએ ત્રિસ્તરીય સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સી.એ.પી.એફ., એસ.આર.પી. અને સ્થાનિક પોલીસ મતગણતરી કેન્દ્રો પર તહેનાત રહેશે.
વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ઓછું મતદાન પરિણામમાં ઊલટફેર કરી શકે છે. વળી લાંબા સમય બાદ બીજેપી, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ થયો હોવાથી બેઠકો વહેંચાઈ શકે : ૧૯૯૦માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળના ચીમનભાઈ પટેલ અને બીજેપીએ હાથ મિલાવ્યા હતા અને કૉન્ગ્રેસની સામે જીત મેળવી ગઠબંધનની સરકાર રચી હતી
અમદાવાદ : વર્ષ ૧૯૯૦માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળના ચીમનભાઈ પટેલ અને બીજેપીએ હાથ મિલાવ્યા હતા અને કૉન્ગ્રેસની સામે જીત મેળવી ગઠબંધનની સરકાર રચી હતી ત્યારે ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ઓછું મતદાન પરિણામમાં ઊલટફેર કરી શકે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એટલું જ નહીં, પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં લાંબા સમય બાદ બીજેપી, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ થયો હોવાથી બેઠકો વહેંચાઈ શકે એવી શક્યતા જણાઈ રહી છે ત્યારે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊઠ્યો છે કે જો કોઈ એક રાજકીય પક્ષને બહુમતી ના મળે તો ગુજરાતમાં ગઠબંધન તો નહીં કરવું પડેને? ગુજરાતમાં ૧૯૯૦નું પુનરાવર્તન થશે કે શું?
ADVERTISEMENT
વર્ષ ૧૯૯૦માં યોજાયેલી ૮મી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળના ચીમનભાઈ પટેલ અને બીજેપીના કેશુભાઈ પટેલની ગઠબંધનની સરકાર રચાઈ હતી અને સત્તાનાં સુકાન હાથમાં લીધાં હતાં. જનતા દળને ૭૦ બેઠકો અને બીજેપીને ૬૭ બેઠકો, જ્યારે કૉન્ગ્રેસને માત્ર ૩૩ બેઠકો મળી હતી. ગુજરાતમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ઓછા મતદાને બીજેપી, કૉન્ગ્રેસ સહિતના રાજકીય પક્ષોની ચિંતામાં વધારો કરી દીધો છે. આમ આદમી પાર્ટી માટે હતું શું અને જવાનું શું છે એવી સ્થિતિ છે, કેમ કે આ ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જોશભેર ઝુકાવ્યું હતું, જેના કારણે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થયો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતના નેતાઓએ તેમ જ સ્થાનિક નેતાઓ પ્રચાર માટે ગુજરાત ખૂંદી વળ્યા હતા. એટલું જ નહીં, પરંતુ સામે પક્ષે બીજેપી અને કૉન્ગ્રેસે પણ પાછી પાની કરી નહોતી અને ચૂંટણીસભાઓ, રોડ શો, ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ઓછા મતદાન ઉપરાંત આમ આદમી પાર્ટીની એન્ટ્રી તેમ જ બીજેપી અને કૉન્ગ્રેસના બળવાખોરોની અપક્ષ ઉમેદવારી અને નિષ્ક્રિય રહેલા કાર્યકર્તાઓના કારણે વધુ ને વધુ બેઠકો પર જીત મેળવવામાં અડચણ ઊભી થઈ હોવાનું નકારી શકાય નહીં. આમ આદમી પાર્ટી અને બળવાખોરો જો બેઠકો જીતે તો એ બેઠકો ક્યાં તો બીજેપીએ જીતેલી હોય કે પછી કૉન્ગ્રેસે જીતેલી હોય. એટલે એટલી બેઠકો પર બન્ને પક્ષોને જ નુકસાન થાય એ સ્વભાવિક છે. આ ઉપરાંત બીજેપી અને કૉન્ગ્રેસ પણ એકબીજાની બેઠકો પર જીતી શકે છે. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી અને બળવાખોરો જો વધુ સીટો મેળવી જવામાં સફળ રહે તો બીજેપી અને કૉન્ગ્રેસની બેઠકો પર અસર કરી શકે છે. આવા સંજોગોમાં કદાચ કોઈ એક પક્ષને બહુમતી ના મળે અને ગઠબંધન કરવુ પડે તેવા પણ સંજોગો રચાઈ શકે છે. જોકે હિન્દુત્વની લહેર પર બીજેપી બાજી મારી જાય એવી શક્યતા વધુ જણાઈ રહી છે.

