Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે વાડિયાની દીકરીએ દેહવ્યાપારના બદલે ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ માંડ્યા

જ્યારે વાડિયાની દીકરીએ દેહવ્યાપારના બદલે ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ માંડ્યા

Published : 20 April, 2019 04:15 PM | IST | વાડિયા

જ્યારે વાડિયાની દીકરીએ દેહવ્યાપારના બદલે ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ માંડ્યા

જ્યારે એક દીકરી દેહવ્યાપારના દલદલમાં જતી બચી ગઈ....

જ્યારે એક દીકરી દેહવ્યાપારના દલદલમાં જતી બચી ગઈ....


ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વાડિયા ગામ..જ્યાં દીકરીઓ માથે દેહવ્યાપારના કલંક લખાય છે. ત્યાં ઢોલ ઢમક્યા અને દીકરીના લગ્ન લેવાયા. સરાણિયા પરિવારની દીકરીના લગ્ન થયા. આ દીકરીએ એક સારી જિંદગી જીવવા તરફ પોતાના પગલાં માંડ્યા. ગામની દીકરીઓને નર્કાગારમાં ધકેલાતી બચાવવાનું શ્રેય જાય છે. વિચરતી વિમુક્ત જાતિ માટે કામ કરનાર મિત્તલ પટેલને. જેમણે પોતાની સંસ્થા, મોરારી બાપુ અને અન્ય સેવાભાવી લોકોના સહયોગથી એક દીકરીનું ભવિષ્ય સુધારી દીધું.

vadiya girl marriageજ્યારે દીકરીએ ઉજ્જવળ ભવિષ્ય તરફ માંડ્યા કદમ..



દીકરી દેહવ્યાપારના દલદલમાં જતી બચી..
વાડિયા ગામમાં દીકરીઓ મોટાભાગે દેહવ્યાપારમાં ધકેલાય છે. પરંતુ જો તેના સગાઈ કે લગ્ન થઈ જાય તો તે આવા નર્કમાં જતા બચી જાય છે. મિત્તલ પટેલ 2005માં જ્યારે ગામના રમેશભાઈ સરાણિયાને મળ્યા ત્યારે જ તેમણે મિત્તલબેનને વચન આપ્યું કે તેઓ દીકરીઓને નર્કાગારમાં નહીં ધકેલે. રમેશભાઈ સામે અનેક લાલચો અનેક મુશ્કેલીઓ આવી પરંતુ તેમણે મિત્તલબેનને આપેલું વચન હંમેશા યાદ રાખ્યું અને દીકરીઓને પરણાવી. જ્યારે રમેશભાઈની કિડની બગડી ત્યારે પણ VSSM સંસ્થાએ તેમની મદદ કરી. આર્થિક સ્થિતિ નબળી હોવા છતા રમેશભાઈ ડગ્યા નહીં અને બંને દીકરીઓને સારી જિંદગી અપાવી.


vadiya girl marriageલગ્નમાં મિત્તલ પટેલે હાજરી આપી

મોરારીબાપુએ કરી મદદ..
રમેશભાઈની દીકરી જ્યારે દુલ્હનના રૂપમાં સજીને ફેરા ફરી રહી હતી, ત્યારે સૌની આંખમાં જે આનંદ હતો તે અનેરો હતો. દીકરીના લગ્નના ખર્ચમાં સહયોગ મોરારી બાપુએ આપ્યો. તો દીકરીને લગ્નની ભેટમાં વાસણ માટે સોમાભાઈએ આપ્યો. સાથે જ બંને દીકરીઓ સ્વમાનભેર જીવી શકે તે માટે બંને ને ભેંસ આપવાનું વચન પણ આપ્યું છે.


vadiya girl marriage

મળો નારાયણી જેવા આ નારીને..
મિત્તલબેન અને તેમની સંસ્થા લાંબા સમયથી વિચરતી વિમુક્ત જાતિ માટે કામ કરી રહ્યા છે. તેમને ઓળખ અપાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમના સમાજમાં રહેલી બદીઓને દૂર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તેમના આ કાર્ય માટે તેમને રાષ્ટ્રપતિના હસ્તે 2018માં નારીશક્તિ પુરસ્કાર પણ મળી ચુક્યો છે.

આ પણ વાંચોઃ મળો એક એવી મહિલાને જેણે વિચરતી, વિમુક્ત જાતિઓને અપાવી ઓળખ

(આર્ટિકલ મિત્તલ પટેલના ફેસબુક વૉલ પરની પોસ્ટમાંથી લેવામાં આવ્યો છે.)

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 04:15 PM IST | વાડિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK