વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી ઘટી, છતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Vadodara : વડોદરા શહેરમાં મેઘરાજાએ આક્રમક ઇનીંગ રમતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જોકે હવે વરસાદે વડોદરા શહેરમાં વિરામ લીધો છે. જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે વિશ્વામિત્રીની અત્યારે સપાટી 29.5 ફુટ છે. પરંતુ નદીની ભયજનક સપાટી 26 ફુટ છે. વિશ્વામિત્રીની સપાટી ઘટી રહી છે પરંતુ હજુ સુધી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે.
તો બીજી તરફ નજર કરીએ તો આજવા ડેમની સપાટી પણ ઘટી રહી છે. આજવા ડેમની અત્યારની સપાટી ઘટીને 211.65 ફૂટ થઇ છે.
શહેરના અનેક વિસ્તારોમાંપાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાલ લીધો
વડોદરામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. હવે વરસાદે વિરામ લેતા શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
વિશ્વામિત્રી નદીના કાંઠાના વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ
વિશ્વામિત્રી કાંઠાના વડસર, મુજમહુડા, તલસટ, કલાલી, સમા, પ્રિયંકાનગરમાં પાણી હજુ પણ ભરાયેલા જ છે. આ ઉપરાંત અણખોલ, સિંકદરપુરા, ઘાંઘરેટિયા અને દરજીપુરા સહિતના હાઇવે પરના ગામોમાં હજુ પણ ભરાયેલા છે. પરંતુ વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
પોલીસ તંત્ર દ્વારા ફૂડ પેકેટ, દૂધ અને પાણીનું વિતરણ
વડોદરા શહેરના કાંઠા વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા આજે સવારથી જ ફૂડ પેકેટ, બિસ્કીટ, દૂધ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ જુઓ : વડોદરામાં મેઘાના વરવા સ્વરૂપથી પૂરની સ્થિતિ, વરદાન બનીને આવી NDRFની ટીમ
મેઘરાજાએ આજે વિરામ લીધો
બુધવારે 20 ઇંચ વરસાદ ખાબક્યા બાદ ગુરૂવારે અને શુક્રવારે પણ ધીમીધાર વરસાદ વરસ્યો હતો. પરંતુ વડોદરા શહેરમાં આજે વરસાદે વિરામ લીધો છે. જેથી આજે સાંજ સુધીમાં પૂરનું સકંટ ટળી જાય તેવી શક્યાતા છે.

