Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ફાયર-બ્રિગેડની અને પોલીસની પરમિશન વગર પહેલા નોરતે કમર્શિયલ ગરબા યોજાયા

અમદાવાદમાં ફાયર-બ્રિગેડની અને પોલીસની પરમિશન વગર પહેલા નોરતે કમર્શિયલ ગરબા યોજાયા

Published : 13 October, 2026 03:49 PM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ગઈ કાલે સાંજે સાચી નવરાત્રિના ઍર-કન્ડિશન્ડ ડોમમાં ફાયર-બ્રિગેડની જરૂરી શરતોનું પાલન કરવામાં આવતાં અને સલામતી માટેનાં જરૂરી સાધનો લાવતાં આખરે ફાયર-બ્રિગેડે ગરબાના કાર્યક્રમની મંજૂરી આપી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નવરાત્રિ પર્વનો હર્ષોલ્લાસથી પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદમાં પહેલા નોરતે ઍર-કન્ડિશન્ડ ડોમમાં પોલીસ અને ફાયર-બ્રિગેડની પરમિશન વગર જિગરદાન ગઢવીના ગરબાનો કાર્યક્રમ યોજાતાં ફાયર-બ્રિગેડે નોટિસ ફટકારી હતી. અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં ‘સાચી નવરાત્રિ’ નામથી ઍર-કન્ડિશન્ડ ડોમમાં કમર્શિયલ નવરાત્રિનો ૯ દિવસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગરબાનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં ડોમમાં ગરબા રમવા આવતા લોકોની સલામતી અને સુરક્ષા માટે જરૂરી સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવીને પોલીસ અને ફાયર-બ્રિગેડની મંજૂરી મેળવવી પડે છે. સાચી નવરાત્રિના વહીવટકર્તાએ મંજૂરી માટે અરજી કરી હતી, પરંતુ ફાયર-બ્રિગેડે પહેલા નોરતે સ્થળ પર તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે લોકોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા ડોમમાં કરવામાં આવી નહોતી. એને કારણે ફાયર-બ્રિગેડે પહેલા નોરતે ગરબા કરવા માટે પરવાનગી આપી નહોતી અને લોકોની સલામતી માટે જરૂરી સુવિધા ઊભી કરવા જણાવ્યું હતું. જોકે ગઈ કાલે સાંજે સાચી નવરાત્રિના ઍર-કન્ડિશન્ડ ડોમમાં ફાયર-બ્રિગેડની જરૂરી શરતોનું પાલન કરવામાં આવતાં અને સલામતી માટેનાં જરૂરી સાધનો લાવતાં આખરે ફાયર-બ્રિગેડે ગરબાના કાર્યક્રમની મંજૂરી આપી હતી. 

વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં પહેલા નોરતે ચોરાયા ૨૦ મોબાઇલ



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


મેદાનમાંથી મોબાઇલ ચોરાયાની ફરિયાદથી મચ્યો હોબાળો, ખેલૈયાઓમાં ભારે રોષ ફેલાયો


વડોદરામાં નવરાત્રિની પહેલી જ રાતે ઉત્સાહપૂર્વક ગરબે રમવા ગયેલા કેટલાક ખેલૈયાઓ માટે પ્રથમ ગ્રાસે મ​િક્ષકા જેવો ઘાટ થયો હતો. યુનાઇટેડ વે દ્વારા યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં પહેલા નોરતે ૨૦ જેટલા મોબાઇલ ચોરાયા હોવાની ફરિયાદ ખેલૈયાઓએ કરતાં હોબાળો મચી ગયો હતો. મોબાઇલ ચોરાઈ જતાં ખેલૈયાઓમાં રોષ ફેલાયો હતો. વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા જાણીતા છે અને એમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા વર્ષોથી આવે છે. નવરાત્રિની પહેલી રાતે અહીં ગરબા રમવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ ભીડને કારણે ૨૦ જેટલા લોકોના મોબાઇલ ચોરાયા હોવાની ફરિયાદ થઈ હતી. જે લોકોના મોબાઇલ ચોરાયા હતા તેમણે ગરબાના ગ્રાઉન્ડમાં પોલીસ અને આયોજકો સમક્ષ ફરિયાદ કરી હતી એટલું જ નહીં, સોશ્યલ મીડિયામાં રીલ વાઇરલ કરીને સુરક્ષાવ્યવસ્થા બરોબર ન હોવાની અને પોતાના મોબાઇલ ચોરાયા હોવાની ફરિયાદ કરી હતી. આ મુદ્દે ‘મિડ-ડે’એ યુનાઇટેડ વેના આયોજકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ થઈ શક્યો નહોતો. 

વડોદરામાં નીચે ટ્રેનની લાઇન, ઉપર બુલેટ ટ્રેનનો કૉ‌રિડોર


વડોદરામાં રેલવે-લાઇનની ઉપર બુલેટ ટ્રેન માટેનો કૉરિડોર. 

મુંબઈ-અમદાવાદ વચ્ચેની દેશની પહેલી બુલેટ ટ્રેન માટે વડોદરામાંથી પસાર થતી મેઇન રેલવે-લાઇનની ઉપર તમામ ૧૪ પોર્ટલ બીમ્સ લગાવી દેવામાં આવ્યાં છે. આવનારા દિવસોમાં ઉપર બુલેટ ટ્રેન પસાર થશે અને નીચેથી અન્ય ટ્રેન પસાર થશે. આ કામ પૂર્ણ થતાં વડોદરાના હાલના રેલવે નેટવર્ક સાથે બુલેટ ટ્રેન કૉરિડોરને જોડવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે. ખાસ વાત એ છે કે આ કામ દેશના સૌથી વ્યસ્ત રેલવે રૂટ્સમાંથી એક પર કરવામાં આવ્યું છે. વડોદરાનો આ ભાગ પડકારજનક છે, કારણ કે અહીંથી બુલેટ ટ્રેનનો રૂટ ચાલુ રેલવે ટ્રૅક્સની ઉપરથી પસાર થાય છે. આ ૧૪ પોર્ટલ બીમ્સ તૈયાર થઈ જવાથી હવે મેઇન રેલવે-લાઇનની ઉપર લગભગ ૪૦ મીટર લાંબા કમ્પોઝિટ ગર્ડર્સ લગાવાશે. વડોદરામાં બુલેટ ટ્રેનનો આ ભાગ લગભગ ૮.૩ કિલોમીટર લાંબો છે. આ રૂટ ગીચ વસ્તી અને વ્યસ્ત રેલવે નેટવર્ક વચ્ચેથી પસાર થાય છે. અહીં બુલેટ ટ્રેન કૉરિડોરને ભારતીય રેલવેની પાંચ લાઇનો ક્રૉસ કરવી પડે છે જેમાં બે મુખ્ય લાઇન છે. બુલેટ ટ્રેનનો ટ્રૅક દિલ્હી–મુંબઈ રાજધાની મેઇન લાઇનને ત્રાંસો એટલે કે ડાયગ્નલી ક્રૉસ કરે છે. એથી પૂરતું ક્લિયરન્સ જળવાઈ રહે અને હાલની રેલવેસેવા કોઈ પણ અડચણ વગર અને સુર‌ક્ષ‌િત રીતે ચાલુ રહે એ માટે ખાસ પ્રકારના સ્ટ્રક્ચર્સની જરૂર હતી. આ પડકારોને ધ્યાનમાં રાખીને દિલ્હી–મુંબઈ રાજધાની મેઇન લાઇનની ઉપર ૧૪ પોર્ટલ બીમ્સ બનાવવામાં આવ્યાં છે. દરેક પોર્ટલ બીમનું વજન તૈયાર થયા પછી લગભગ ૧૫૦૦ ટન છે. 

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 03:49 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK