કડીના વિધાનસભ્ય કરસન સોલંકીના અવસાનથી આ બેઠક ખાલી પડી હતી, જ્યારે વિસાવદરના વિધાનસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી.
વિસાવદરની બેઠક પર મોણિયા ગામે ઊભા કરાયેલા સખી મતદાન મથકમાં મતદાન કરવા આવેલી મહિલાઓ.
ગુજરાતમાં ગઈ કાલે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થયું હતું. સાંજે સાત વાગ્યા સુધી અપલોડ કરાયેલા ડેટા મુજબ વિસાવદર બેઠક પર અંદાજે ૫૬.૮૯ ટકા અને કડી બેઠક પર અંદાજે ૫૭.૯૦ ટકા મતદાન થયું હતું.
કડી અને વિસાવદર બેઠક પર કુલ ૨૪ ઉમદવારો વચ્ચે ચૂંટણીજંગ યોજાયો હતો અને હવે આ ઉમેદવારોનું રાજકીય ભાવિ વોટિંગ મશીનમાં સીલ થયું છે. વિસાવદરની બેઠક પર મોણિયા ગામે સખી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. આ મતદાન મથકનું સંચાલન મહિલાઓએ કર્યું હતું. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૪૧ ફરિયાદો મળી હતી જેમાંથી ૩૪ ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ૨૩ જૂને મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે કડીના વિધાનસભ્ય કરસન સોલંકીના અવસાનથી આ બેઠક ખાલી પડી હતી, જ્યારે વિસાવદરના વિધાનસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી.

