ગીત ગાઈને વીજ-કર્મચારી વીજબિલ બાકીદારોને ચેતવવા સાથે અનુરોધ કરતો હોવાનો વિડિયો વાઇરલ થયો અને આકર્ષણનું કેન્દ્ર બન્યો

લોકગીત ગાઈને વીજબિલ ભરવા અપીલ કરી રહેલો કર્મચારી.
અમદાવાદ : ઉત્તર ગુજરાતના પાટણમાં વીજબિલ નહીં ભરતા બાકીદારો લાઇટબિલ ભરે એ માટે એક વીજ-કર્મચારીએ અનોખો રસ્તો અપનાવ્યો છે. તેઓ શહેરમાં ફરીને ગીત ગાઈને લોકોનું મનોરંજન કરાવતાં-કરાવતાં લાઇટબિલ ભરી દેવા અપીલ કરવામાં આવી રહી છે.
યુ.જી.વી.સી.એલ. પાટણમાં કામ કરતા જગદીશ ગોસ્વામી નામના કર્મચારીનો વાઇરલ થયેલા વિડિયોમાં તેઓ ગ્રાહકોને ગીત ગાતા દેખાય છે કે ‘રસિયો રૂપાળો રંગરેલિયો, લાઇટબિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે, લાઇટબિલ ભરતો નથી... એ પશાકાકા, એ રામાકાકા લાઇટબિલ ભરજો તો પંખા નેચ ખાવાનું મળશે. નકર કનેક્શન રદ થશે તો ફેરથી કાગળિયાં કરવા પડશે.’