કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સોમવારે બપોરે ૧૨ વાગ્યે બે પૅકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી.
દમણની બે ફૅક્ટરી આગમાં ખાખ
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સોમવારે બપોરે ૧૨ વાગ્યે બે પૅકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં આગ ટોટલ પૅકેજિંગ નામની કંપનીમાં લાગી હતી, પરંતુ આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં બાજુમાં આવેલી બીજી ફૅક્ટરીમાં પણ ફેલાઈ ગઈ હતી. ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી આ બે કંપનીઓની આગનો ધુમાડો કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યો હતો. આગની ઇન્ટેન્સિટી જોતાં ફાયર-બ્રિગેડની ૧૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાજુમાં આવેલી ત્રીજી ફૅક્ટરીમાં પણ આગ ફેલાવાની શરૂ થઈ હતી, પરંતુ લગભગ સાંજે ૪ વાગ્યે આગ કાબૂમાં આવી ગઈ હતી. પ્લાસ્ટિકનું પૅકૅજિંગ થતું હોવાથી આગ ગંભીર હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. બે કંપનીઓનાં મકાન બળીને ખાખ થઈ ગયાં હતાં, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી.


