ગુજરાત(Gujarat)ના ભરૂચ (Bharuch Fire)જીઆઈડીસીમાં એક પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે આગે કેટલુ વિકરાળ અને ભયાનક રૂપ ધારણ કર્યુ છે.

પ્રતિકાત્મક તસવીર
ગુજરાત(Gujarat)ના ભરૂચ (Bharuch Fire)જીઆઈડીસીમાં એક પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જ્વાળાઓ જોઈને ખબર પડે છે કે સ્થિતિ વિકટ બની શકે છે. પાંચથી વધુ ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
આગની ઘટના બનતાં જ ફાયર ટીમને આ અંગે તુરંત જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ધુમાડાના ગોટેગોટા ફરી મળ્યા હતાં.
#WATCH | A massive fire broke out at a packaging company in Bharuch GIDC, Gujarat.
— ANI (@ANI) March 22, 2023
More than 5 fire tenders are present on the spot pic.twitter.com/fAY3DQXm8p
આ મામલે ભરૂચના એસપી લીના પાટીલે જણાવ્યું કે, નર્મદા પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પાણી અને ફોમ વડે આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગભગ 15 ફાયર ટેન્ડર અહીં હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.