આમ આદમી પાર્ટીએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો હતો

ઈસુદાન ગઢવી (તસ્વીર સૌજન્ય મિડ-ડે)
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એના પ્રદેશ માળખામાં બદલાવ કર્યો છે અને ગોપાલ ઇટાલિયાના સ્થાને ઈસુદાન ગઢવીને પક્ષના ગુજરાત પ્રદેશના સ્ટેટ પ્રેસિડન્ટ બનાવ્યા છે, જ્યારે ઇટાલિયાનું કદ વધારીને નૅશનલ જૉઇન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવ્યા છે.
આમ આદમી પાર્ટીએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો હતો. જોકે આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. જોકે ચૂંટણી પછી આમ આદમીએ એના પ્રદેશ માળખામાં પહેલી વાર ફેરફાર કર્યો છે અને ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે.