Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat Election Result: ગુજરાતમાં ફરી ખીલશે કમળ, 150 સીટો સાથે ભાજપ રેસમાં આગળ

Gujarat Election Result: ગુજરાતમાં ફરી ખીલશે કમળ, 150 સીટો સાથે ભાજપ રેસમાં આગળ

08 December, 2022 10:33 AM IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીજી તરફ, આમ આદમી પાર્ટીની સ્થિતિમાં થોડો સુધારો થયો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ગુજરાતમાં 182 વિધાનસભા (Gujarat Election Result) બેઠકો પર યોજાયેલી ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપ શરૂઆતની ગણતરીમાં બહુમતથી આગળ નીકળી ગયું છે, જ્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલત ખરાબ છે. 2017ની સરખામણીએ આ વખતે બંને તબક્કામાં ઓછું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 60.20 ટકા લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે 5 ડિસેમ્બરે યોજાયેલા બીજા તબક્કામાં 64.39 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મોરબીના પુલ અકસ્માતમાં જીવ બચાવનાર ભાજપના કાંતિલાલ શિવલાલ અમૃતિયા આગળ નીકળી ગયા છે. ભાજપ (BJP)ની વાત કરીએ તો તે 150 સીટો પર આગળ છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP)ની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, જે 9 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે કૉંગ્રેસ (Congress) 19 સીટો પર આગળ છે. અન્ય ચાર બેઠકો પર લીડ ધરાવે છે. નોંધનીય છે કે ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. બહુમતી માટે 92નો આંકડો જરૂરી છે.



ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ઘાટલોડિયા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ કૉંગ્રેસના અમી યાજ્ઞિક અને AAPના વિજય પટેલ સામે આ બેઠક પરથી લડી રહ્યા છે.


આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી (Isudan Gadhavi) આગળ છે. તેઓ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપના મૂળુભાઈ બેરા અને કૉંગ્રેસના વિક્રમભાઈ માડમ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 10:33 AM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK