બોર્ડની પરીક્ષાની તૈયારી પૂર્ણ, શિક્ષણ બોર્ડે બહાર પાડ્યું જાહેરનામું
ગુજરાત બોર્ડની પરીક્ષાની તૈયારી પૂર્ણ
રાજ્યમાં 7 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે 23 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પ્રવાહની પરીક્ષા નિયત પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન આસપાસના વિસ્તારમાં પરવાનગી વગર ચાર કરતા વધુ માણસોને એકઠા થવા પર, સભા ભરવા પર કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ આસપાસમાં ઝેરોક્સની દુકાનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ સાતમી માર્ચ 2019થી ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે બોર્ડે પણ પરીક્ષાર્થીઓ માટે ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
-વિદ્યાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો.
-વિદ્યાર્થીએ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઇપણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.
-પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા શરૂ થવાના સમયથી ૩૦ મિનિટ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. જયારે બાકીના દિવસોએ ૨૦ મિનિટ અગાઉ હાજર થઇ જવું.
-OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા જેમાં ફકત કાળી/ભૂરી બોલપેનનો જ ઉપયોગ કરવો.
-પ્રશ્નપત્રને લગતું કોઇપણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેકટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇને જવું.
-માત્ર સાદું કેલકયુટર સાથે રાખી શકાશે.
-પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો પરીક્ષાની તારીખો

