આગને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આગની ઘટના સામે આવી છે. શહેરના જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં આવેલી ઓફિસના બીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. તેને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટર હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આખરે આગ પર કાબુ મેળવાયો હતો. હાલ પ્રાથમિક માહિતીમાં આગના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.
આ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ માહિતી અનુસાર વિકાસ કમિશનરની ઓફિસ બિલ્ડીંગમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.


