ગુજરાત BJPમાં ગભરાટ ફેલાયો છે અને આ કિસ્સાને વાળી લઈને રાજપૂત સમાજને મનાવી લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
ભારતીય જનતા પાર્ટીનો લોગો
રાજપૂત સમાજનો રોષ ઠંડો પાડવા માટે આજે ગોંડલ નજીક ફાર્મહાઉસમાં મળશે બેઠક : પાર્ટીના ક્ષત્રિય નેતાઓ ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં સાંજે ગુફ્તગો કરશે
રાજકોટ લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજપૂત સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે ત્યારે ગુજરાત BJPએ ડૅમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરી છે અને રાજપૂત સમાજનો રોષ ઠંડો પાડવા આજે ગોંડલ નજીક ફાર્મહાઉસમાં BJPના આગેવાનો અને BJPના ક્ષત્રિય નેતાઓની બેઠક મળશે અને આ કોકડું ઉકેલવાની મથામણ કરશે. ગુજરાત BJPમાં ગભરાટ ફેલાયો છે અને આ કિસ્સાને વાળી લઈને રાજપૂત સમાજને મનાવી લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. આ માટે BJPના રાજપૂત નેતાઓની મદદ લેવામાં આવી છે. ગોંડલ પાસે આવેલા ગણેશગઢમાં આજે સાંજે BJPના ક્ષત્રિય નેતાઓ BJPના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં ગુફ્તગો કરશે અને નારાજ રાજપૂત સમાજ સાથે સમાધાન માટેના પ્રયાસ હાથ ધરવા મનોમંથન કરશે.

