° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


કચ્છના નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો અપવામાં આવ્યો

23 September, 2022 08:27 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂગામનો નખત્રાણા નગરપાલિકામાં કર્યો સમાવેશ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કરતાં કચ્છના નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો અપાયો છે અને નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂગામને નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ કર્યો છે.

નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજ્જો મેળવવા માટે સર્વાનુમતે કરેલા ઠરાવને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અનુમોદન આપ્યું હતું. તેઓ સમક્ષ આવેલી દરખાસ્તના સંદર્ભમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં રહીને ગુજરાત સરકારે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતનાં ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂગામનો સમાવેશ કરી નખત્રાણા નગરપાલિકાની રચના કરી છે.

કચ્છા છેવાડાના વિકસિત તાલુકા તરીકે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, બસ-સ્ટૅન્ડ, બાગબગીચા, ટાઉનહૉલ તેમ જ રસ્તા જેવી માળખાકીય પાયાની સુવિધા નાગરિકોને મળી રહે એવા ભાવ સાથે ભૂપેન્દ્ર પટેલે નખત્રાણા નગરપાલિકાની રચના કરવાની મંજૂરી આપતાં નિર્ણય કર્યો છે.

23 September, 2022 08:27 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK