Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પૂર બાદ ગુજરાતના કચ્છમાં છવાયા વધુ મોટા સંકટના વાદળ, 4 દિવસમાં 12ના શંકાસ્પદ મોત

પૂર બાદ ગુજરાતના કચ્છમાં છવાયા વધુ મોટા સંકટના વાદળ, 4 દિવસમાં 12ના શંકાસ્પદ મોત

Published : 08 September, 2024 09:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

12 dead in Gujarat’s Kutch from undiagnosed disease: ઘટનાની જાણકારી મળ્યા બાદ ડૉક્ટરોની તપાસ ટીમ લખપત તહસીલમાં પહોંચી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. કચ્છના લખપત તાલુકામાં શંકાસ્પદ રોગના કારણે રાજ્યમાં 12 લોકોના મોત થયા
  2. લોકો બીમાર પડ્યા બાદ તેમનું મૃત્યુ થઈ રહ્યું છે.
  3. રાજ્ય સરકારે રાજકોટથી તબીબોની વિશેષ ટીમ પણ મોકલી છે.

ગુજરાતમાં માંડ હજી ભારે વરસાદને કારણે વિનાશ સર્જાયો હતો. રાજ્ય હજી પૂરના સંકટથી બહાર આવ્યું છે તેમાં તો બીજા એક વધુ મોટા સંકતે ગુજરાતમાં (12 dead in Gujarat’s Kutch from undiagnosed disease) પગ પસરવાનું શરૂ કર્યું હોવાનું જણાઈ રહ્યું છે. પૂર બાદ ગુજરાતના કચ્છમાં શંકાસ્પદ બીમારીએ હાહાકાર મચાવ્યો છે. કચ્છના લખપત તાલુકામાં શંકાસ્પદ રોગના કારણે રાજ્યમાં 12 લોકોના મોત થયા છે. એક પછી એક મોતના કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ડૉક્ટરોની તપાસ ટીમ લખપત તહસીલમાં પહોંચી છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના સેમ્પલ ઉપરાંત મોટાભાગના બીમાર ગ્રામજનોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય મીનાબા દેશુભા જાડેજાએ પત્ર પાઠવી જણાવ્યું છે કે “લખપત તાલુકાના બેખાડા, સાંધ્રો, મોરગર, મેડી, ભારવાંઢ, વાલાવરી, લાખાપર અને ઘણા ગામોમાં છેલ્લા ચાર દિવસમાં કોઈ શંકાસ્પદ રોગના કારણે 12 લોકોના મોત (12 dead in Gujarat’s Kutch from undiagnosed disease) થયા છે. લોકો બીમાર પડ્યા બાદ તેમનું મૃત્યુ થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે તેમણે જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતીની ગંભીરતા ધ્યામાં રાખીને કોઈ ચોક્કસ જરૂરી પગલા લેવા માટે માગ કરી છે.
કોઈ બીમારીને લીધે લોકોના મૃત્યુનું ઘટના અંગે કચ્છ જિલ્લા (12 dead in Gujarat’s Kutch from undiagnosed disease) કૉંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સરકાર અને વહીવટીતંત્રને આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપવા વિનંતી કરી છે. તેમજ લોકોને વહેલી તકે સારવાર મળી રહે અને આ શંકાસ્પદ રોગના કારણે અન્ય કોઈનું મૃત્યુ ન થાય તે માટે સરકાર પાસે ખાસ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા વિશેષ માગણી કરી છે.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કહ્યું કે “અમે કેસની માહિતી મળતા જ અમે આરોગ્ય વિભાગની ટીમોને ગામમાં મોકલી. આ ઉપરાંત પ્રાથમિક સારવાર અને ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ (12 dead in Gujarat’s Kutch from undiagnosed disease) થયેલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આસપાસના ગામોના લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તેમજ કેટલાક તબીબોને ત્યાં તાત્કાલિક અસરથી ડેપ્યુટેશન પર મોકલી દેવાયા છે. રાજ્ય સરકારે રાજકોટથી તબીબોની વિશેષ ટીમ પણ મોકલી છે, જે ગામમાં જઈને શંકાસ્પદ રોગનું કારણ શોધી કાઢશે.
ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષિકેશ પટેલે જણાવ્યું કે, “કચ્છના લખપતમાં શંકાસ્પદ બીમારીને લીધે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. મૃત્યુનું કારણ જાણવા માટે રાજકોટ પીડીયુ હૉસ્પિટલ અને અદાણી (12 dead in Gujarat’s Kutch from undiagnosed disease) સંસ્થામાંથી નિષ્ણાતોની ટીમ વિસ્તારમાં મોકલવામાં આવી છે. આ ટીમ મૃત્યુનું કારણ શોધીને બે દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. હાલમાં બીમાર લોકોની સારવાર માટે તબીબોની વિશેષ ટીમ ત્યાં મોકલવામાં આવી છે. આ બીમારી કઈ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, જો કે સરકાર દરેક જરૂરી પગલાં લેવામાં સક્ષમ છે, એમ અધિકારીએ કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2024 09:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK