Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટની ચિક્કી માટે હવે રાજકોટ જવું નહીં પડે

રાજકોટની ચિક્કી માટે હવે રાજકોટ જવું નહીં પડે

29 October, 2020 08:02 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

રાજકોટની ચિક્કી માટે હવે રાજકોટ જવું નહીં પડે

રાજકોટની ચિક્કી માટે હવે રાજકોટ જવું નહીં પડે

રાજકોટની ચિક્કી માટે હવે રાજકોટ જવું નહીં પડે


રાજકોટની ચિક્કી ભલે દુનિયાભરમાં જાણીતી હોય પણ એ ખાવી હોય તો તમારે રાજકોટ જતા કે પછી રાજકોટથી આવતા કોઈની પાસે મંગાવવી પડે, પણ હવે એવું નહીં બને. રાજકોટની બાલાજી વેફર્સ વઢવાણની મૅક્સન કંપની સાથે ટાઇઅપ કરીને ચિક્કીના હોલસેલ પ્રોડક્શનમાં આવી રહી છે જે દેશભરમાં એ ડિસ્ટ્રિબ્યુટ થશે. ચિક્કીના પ્રોડક્શન માટે બાલાજી વેફર્સે એક મશીન બનાવ્યું છે તો જમર્નીની એક કંપની સાથે ટાઇઅપ કરીને એક મશીન ડેવલપ કરાવ્યું છે. આ મશીનમાં ચિક્કી બનશે. ચિક્કીનું માર્કેટિંગ બાલાજીના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં થશે તો સાથોસાથ મૅક્સન દ્વારા પણ એનું માર્કેટિંગ કરવામાં આવશે. મૅક્સન કંપની નેસ્લે, કૅડબરી અને હર્શિઝ અને પાર્લે જેવી નૅશનલ અને મલ્ટિનૅશનલ કંપની માટે ઑલરેડી જૉબવર્ક કરે છે.
મૅક્સનના માલિક અને બીજેપીના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે કહ્યું હતું, ‘ચિક્કીનું માર્કેટ ખૂબ મોટું છે પણ સ્થાનિક બજાર સિવાય ક્યાંય એ મળતી નહીં હોવાથી એ સીમિત બજારમાં જ ઉપલબ્ધ હતી, પણ હવે એવું નહીં થાય.’
શિયાળા દરમ્યાન દરરોજ રાજકોટમાં ત્રણસોથી ચારસો કિલો ચિક્કી બને છે અને ખવાય છે. બાલાજી આ સીઝનમાં જ ચિક્કી માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી દેશે. બાલાજીના માલિક ચંદુભાઈ પટેલે કહ્યું હતું, ‘લોકપ્રિય મીઠાઈઓ દેશભરમાં ઉપલબ્ધ છે ત્યારે રાજકોટની પૉપ્યુલર ચિક્કી પણ બધી જગ્યાએ મળે એ અમારી ઇચ્છા ફાઇનલી ફળીભૂત થઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 08:02 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK