વિશ્વનો સૌથી મોંઘો ડૉગ જેની કિંમત છે ૭.૩૦ લાખ રૂપિયા

Published: 31st October, 2012 05:01 IST

બ્રિટનમાં બ્લૅક અને વાઇટ કલરનો એક ડૉગી ૮૪૦૦ પાઉન્ડ (આશરે ૭.૩૦ લાખ રૂપિયા)માં વેચાયો હતો. આ સાથે જ એ વિશ્વનો સૌથી મોંઘો ડૉગ બની ગયો છે.

નૉર્થ યૉર્કશૉ કાઉન્ટીમાં આવેલા સ્કિપ્ટન નામના શહેરમાં યોજાયેલી હરાજીમાં ૧૮ મહિનાની ઉંમરના શીપ નામના આ ડૉગની આટલી કિંમત ઊપજી હતી. અત્યાર સુધી ડેવી ફેન નામનો ૧૩ મહિનાનો ડૉગી વિશ્વનો સૌથી મોંઘા ડૉગ ગણાતો હતો. આ ડૉગી ગયા વર્ષે ૬૩૦૦ પાઉન્ડ (આશરે ૫.૪૬ લાખ રૂપિયા)માં વેચાયો હતો.

ગયા અઠવાડિયે થયેલી હરાજીમાં એડી થૉર્નએલી નામના ૪૫ વર્ષના બ્રિટિશરે સૌથી ઊંચી બોલી લગાવીને આ માદા ડૉગને ખરીદી લીધો હતો. આટલી ઊંચી કિંમતનું કારણ એ છે કે આ ડૉગ અત્યંત ઝડપથી દોડી શકે છે એટલું જ નહીં, એનો સ્વભાવ તદ્દન શાંત છે. શૉન રિચર્ડ્સ નામના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બ્રીડરે આ ડૉગીને ટ્રેઇન કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK