Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતિબંધિત ડ્રગ સ્મગલ કરવા બદલ વેનેઝુએલાની મહિલાની ધરપકડ

પ્રતિબંધિત ડ્રગ સ્મગલ કરવા બદલ વેનેઝુએલાની મહિલાની ધરપકડ

16 August, 2019 11:32 AM IST | મુંબઈ

પ્રતિબંધિત ડ્રગ સ્મગલ કરવા બદલ વેનેઝુએલાની મહિલાની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


વેનેઝુએલાની મહિલાની ભારતમાં ૪.૭૭ કરોડ રૂપિયાની કિંમતનું લગભગ ૮૦૦ ગ્રામ ડ્રગની સ્મગલિંગ કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું. ૯ ઑગસ્ટે ૨૭ વર્ષની વયની આ વિદેશી મહિલા મુંબઈ ઍરપોર્ટ પર ઊતરી ત્યારે ગુપ્તચર વિભાગની માહિતીને આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી, અને દરમ્યાન તેણે પ્રતિબંધિત ડ્રગ્સની કેપ્સ્યુલ્સ ગળી લીધી હતી, જે પછીથી મળમાર્ગે બહાર કાઢવામાં આવી હતી.
મહિલાના એક્સરેમાં તેના શરીરમાં કેપ્સ્યુલ્સની હાજરી સાબિત થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરી કેપ્સ્યુલ્સ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૯ ઑગસ્ટથી ૧૩ ઑગસ્ટના હૉસ્પિટલમાં રોકાણ દરમ્યાન તેના શરીરમાંથી કુલ ૮૦ કેપ્સ્યુલ્સ કાઢવામાં આવી હતી. કેપ્સ્યુલ્સ તપાસતાં તેમાં પ્રતિબંધિત ડ્રગ હોવાનું જાણવા મળ્યું હતું. આ વિદેશી મહિલાને ૨૦ ઑગસ્ટ સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 11:32 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK