Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, આવી પત્નીને શું કહેવું?

બોલો, આવી પત્નીને શું કહેવું?

23 January, 2021 08:55 AM IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોલો, આવી પત્નીને શું કહેવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્રિટનના ૬૩ વર્ષના રૉબર્ટ નામના ભાઈને ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી પત્નીના હાથના ભોજનમાં કાંઈક  વિચિત્ર સ્વાદ આવી રહ્યો હતો. ભોજન લીધા બાદ ઘણી વાર તેને નબળાઈ અનુભવાતી હતી. કેટલીક વાર તો તે એકસાથે ૧૫ કલાક સુધી સૂતો રહેતો. આ બધાં ચિહ્‍ન શાને કારણે છે એ જાણવા રૉબર્ટે તેની પત્ની સેંચા તિનેવ્રાની જાણ બહાર રસોડામાં કૅમેરા બેસાડ્યો.  

ગયા અઠવાડિયે જ્યારે રૉબર્ટે કૅમેરાનું ફુટેજ ચેક કર્યું ત્યારે તેની પત્ની કૉફીમાં કોઈક સફેદ રંગનો પાઉડર મિક્સ કરતી હોવાનું જણાયું. ફુટેજ જોયા બાદ તરત જ તેણે આ બાબતની પોલીસમાં જાણ કરતાં પોલીસે રૉબર્ટના ઘરેથી તેની પત્નીની ધરપકડ કરી અને કૉફી પૉટ અને કૉફી પણ જપ્ત કરી.



આ સફેદ રંગનો પાઉડર બોરિક ઍસિડ હતો, જે દાઝ્‍‍યા કે કપાવા પર ઍન્ટિસસૅપ્ટિક તરીકે વપરાય છે તેમ જ વાંદા, કીડી અને અન્ય ઝીણી જીવાતોને મારવા માટે પણ વપરાય છે.  પોલીસ સામે પોતાનો ગુનો કબૂલતાં રૉબર્ટની પત્નીએ જણાવ્યું હતું કે જ્યારે પણ તેને પોતાના પતિ પર ગુસ્સો આવે ત્યારે તે પતિને પાઠ ભણાવવા તેની કૉફીમાં બોરિક ઍસિડ પાઉડર મિલાવી દેતી હતી. જાણવા મળ્યા મુજબ એક ચમચી બોરિક પાઉડર લગભગ ૭૦ કિલો વજનના વ્યક્તિને મોતને ઘાટ ઉતારવા માટે પૂરતો હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 08:55 AM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK