ઝૂમ મીટિંગમાં સક્રિય પતિને પત્નીએ ચુંબનનો કર્યો પ્રયાસ

Published: 21st February, 2021 08:39 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

એક યુઝરે લખ્યું, કૌન સી બીવી ઇતને અચ્છે મિજાજ મેં રહતી હૈ!

કોરોના લૉકડાઉનમાં આપણને અનેક નવી બાબતના અનુભવ થયા. એમાં વારંવાર વિડિયો-કૉન્ફરન્સિંગ કે વર્ચ્યુઅલ મીટિંગ્સના પણ અનુભવ છે. વ્યક્તિગત મુલાકાત અશક્ય બનતાં ધંધાદારી, ઑફિસ કે વર્ક-પ્લેસની કામગીરીની ચર્ચા કે અન્ય વ્યાવહારિક ચર્ચા માટે વૉટ્સઍપ વિડિયો કૉલ-ચૅટિંગ ઉપરાંત ઝૂમ કે ગૂગલ ડ્યુઓ જેવાં અનેક ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ લોકપ્રિય થયાં.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કરેલા વિડિયોમાં કોઈ કંપનીના બિઝનેસ અને અર્થતંત્રની ગંભીર ચર્ચા દરમ્યાન માહોલ હળવો કરી નાખતી ઘટના બની હતી. કંપનીના એક અધિકારી ‘એનાથી જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ને પણ‌ ઘણું પ્રોત્સાહન મળે છે’ એવું બધું બોલતા હતા ત્યારે જ તેમની પત્નીએ પાછળથી આવીને તેમને ચસચસતું ચુંબન લેવા હોઠ નજીક લાવી હતી. એ વખતે પતિએ ગુસ્સામાં તેને કહ્યું, ‘આ બધી શું નૉનસેન્સ ચાલે છે? કૅમેરા ચાલુ છે, તું જોતી નથી?’ એ ગુસ્સાના જવાબમાં પત્નીની મસ્તીખોર સ્માઇલ પણ કૅમેરામાં ઝડપાઈ ગઈ છે.

૩.૨ લાખ વ્યુઝ અને ૪૮૦૦ લાઇક્સ મેળવનારો એ વિડિયો માણનારાઓમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રનો પણ સમાવેશ છે. તેમણે કમેન્ટ્સમાં લખ્યું, ‘આને વાઇફ ઑફ ધ યર’નો અને બન્નેને ‘કપલ ઑફ ધ યર’નો અવૉર્ડ આપો.’ અન્ય એક જણે લખ્યું કે ‘કૌન સી બીવી ઇતને અચ્છે મિજાજ મેં રહતી હૈ!’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK