Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગીર સિંહને કેમ બનાવ્યો મતદાન જાગૃતિ માટેનો એમ્બસેડર?

ગીર સિંહને કેમ બનાવ્યો મતદાન જાગૃતિ માટેનો એમ્બસેડર?

03 April, 2019 08:16 AM IST | ગુજરાત

ગીર સિંહને કેમ બનાવ્યો મતદાન જાગૃતિ માટેનો એમ્બસેડર?

ગીર સિંહ

ગીર સિંહ


ગીરનું ઘરેણું ગણાતા સિંહને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સિંહના અલગ અલગ કાટૂર્ન વડે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. ગીરમાં સિંહને સાવજ તરીકે ઓળખવામાં આવતો હોવાથી આ સિંહનું નામ પણ ’સાવજ’ રાખવામાં આવ્યુ છે.

આ આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે મતદાન અંગે જાગૃતિ ફેલાવતા કાર્ટૂન આઇએએસ ઓફિસર નિતિન સાંગવાને બનાવ્યા છે. સાગંવાન મૂળ હરિયાણાના છે અને વેરાવળમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે મતદાર જાગૃતિ માટે એવુ કંઇક કરવું હતુ જેથી દરેક ઉંમરના લોકો અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચી શકાય. બાળપણથી મને કાટૂર્નવ બનાવવા પસંદ છે. ઉપરાંત આ વિસ્તારમાં સિંહ ખૂબ લોકપ્રિય છે, માટે અમે તેને જ મતદાર જાગૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. મતદાન માટેની વિવિધ માહિતી અને અપીલ કરતા સિંહના કાર્ટૂન બનાવી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.



આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસે આ શહેરમાં ઉતાર્યા પોતાના ધાકડ નેતાને, જાણો આખું લિસ્ટ


સોશિયલ મિડીયાના માધ્યમથી આવા પોસ્ટરો વડે યુવાનોને અપીલ કરતા આ સાવજ કહે છે કે, ‘યુવાન મતદાર મિત્રો, માત્ર સ્ટાઇલિશ કપડા કે ચશ્માં પહેરવાથી જ સ્માર્ટ નથી બનાતુ પરંતુ મતદાન કરવુ એ પણ એક સ્માર્ટનેસ જ છે. માટે અચુક મત આપજો’, ‘વી ફોર વિક્ટરી અને વી ફોર વોટ. ચૂંટણીમાં માત્ર ઉમેદવાર જ વિજેતા નથી બનતો પરંતુ મત આપીને મતદાતા પણ વિજેતા બને છે.’ આવનારા દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા, જેવી કે ચૂંટણી કાર્ડ, ઇવીએમ સહિતની માહિતી આ રીતે લોકોને આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2019 08:16 AM IST | ગુજરાત

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK