અમેરિકાના વિસ્કોન્સિનના વાવાટોસામાં મિલ્વૌકી નજીકના એક મૉલમાં ગોળીબારમાં ૮ લોકો ઘાયલ થયા છે. હુમલો કરનાર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. વાવાટોસા પોલીસ વડા બેરી વેબરે જણાવ્યું હતું કે તપાસ કરનારા મેફેયર મૉલ શૂટિંગમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બેરીએ જણાવ્યું હતું કે પ્રારંભિક નિવેદનો દર્શાવે છે કે આ ઘટનાને અંજામ આપનાર આરોપી ૨૦થી ૩૦ વર્ષનો પુરુષ છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે ફાયર વિભાગ સાત પુખ્ત વયના લોકો અને એક કિશોરને હૉસ્પિટલમાં લઈ ગયા છે. મૉલમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ફાયરિંગ સાંભળીને ગ્રાહકોમાં ભયનું વાતાવરણ હતું. મૉલ સ્ટાફ તરત જ અંદર ગયો અને તમામ ગ્રાહકોને નીચે ઝૂકવા કહ્યું અને તેઓને મૉલની પાછળના ભાગમાં લઈ ગયા. એ જ સમયે મુખ્ય દરવાજો બંધ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે મૉલની પાછળના ઓરડામાં ડઝનેક ગ્રાહકો અને છ કર્મચારીઓ બંધ હતા. પોલીસની ટીમ અહીં આવી ત્યારે જ આ લોકો બહાર આવ્યા હતા.
તપાસકર્તાઓ શંકાસ્પદની ઓળખ નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગોળીબાર કરનાર આરોપી પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ છટકી ગયો હતો.
દેશમાં મોદીની સરકાર બન્યા બાદ લોકોની સ્વતંત્રતામાં ઘટાડો થયો
5th March, 2021 10:47 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 ISTજેફ બેઝોસ ઍલન મસ્કને પછાડી દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા
24th February, 2021 10:31 ISTડ્રગ માફિયા અલ ચાપોની પત્ની અને ભૂતપૂર્વ બ્યુટી ક્વીનની અમેરિકામાં ધરપકડ
24th February, 2021 10:31 IST