રાજકોટ : જેસીઆઇ યુવા ગૃપ દ્રારા મતદાન જાગૃતિની રેલીનું આયોજન

રાજકોટ | Apr 16, 2019, 23:07 IST

રાજકોટની જેસીઆઇ યુવા સંસ્થા દ્રારા બુધવારે શહેરમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કર્યું છે. લોકોમાં મતદાન જાગૃતિ માટે શહેરભરમાં રેલી નિકાળશે અને લોકોને મતદાન કરવા માટે અપિલ કરશે.

રાજકોટ : જેસીઆઇ યુવા ગૃપ દ્રારા મતદાન જાગૃતિની રેલીનું આયોજન
જેસીઆઈ યુવા ગ્રુપના સભ્યો

ભારતભરમાં લોકસભા ચુંટણીને લઇને માહોલ ગરમ થઇ ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ ચુંટણીને ધ્યાને રાખી પક્ષના કાર્યકર્તાઓ પ્રચાર પ્રસારમાં જોડાઇ ગયા છે. રાજ્યમાં દરેક વિસ્તારમાં કાર્યકર્તાઓ, ધારાસભ્યોથી લઇને તમામ લોકો પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે બીજી બાજુ લોકો મતદાનની જાગૃતતા ફેલાવવા માટે મહેનત કરી રહ્યા છે. આવી જ એક મહેનત રાજકોટ શહેરમાં એક સંસ્થા કરી રહી છે. રાજકોટની જેસીઆઇ યુવા સંસ્થા દ્રારા બુધવારે શહેરમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કર્યું છે. લોકોમાં મતદાન જાગૃતિ માટે શહેરભરમાં રેલી નિકાળશે અને લોકોને મતદાન કરવા માટે અપિલ કરશે.


સવારે બાલભવન ગેટથી મતદાન જાગૃતિ રેલી શરૂ થશે
જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા મતદાન જાગૃતિનું રેલીનું બુધવારે સવારે આયોજન કરવામાં આવ્યું છે. મતદાન દેવો તે દરેક ભારતીય નાગરીકની ફરજ તથા હક્ક છે. ઘણી વખત આપણે અમુક કારણોસર કે આળસમાં મતદાન કરવા જતા નથી. તો જેસીઆઈ રાજકોટ યુવાના માધ્યમથી રાજકોટની જનતામાં મતદાનની જાગૃતતા લાવતી એક રેલી આવતીકાલે તા.૧૭ને બુધવારે સવારે ૬:૩૦ કલાકે બાલભવનના ગેઈટ પાસેથી શરૂ થઈ અને રેસકોર્ષ રીંગ રોડ ફરતે ચક્કર લગાવી પૂર્ણ કરશે. જેસીઆઈના ગીરીશ ચંદારાણા, રચના રૂપારેલ, રાખી દોશી, ચિરાગ અઢીયા અને વિશાલ પંચાસરા નજરે પડે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK