રૂપાણીની રાજકોટને મોટી ભેટઃ 230 કરોડના ખર્ચે પાંચ ફ્લાયઓવર બનશે

Published: Jan 04, 2020, 09:53 IST | Rajkot

નવા વર્ષે ગુજરાતમાં સીએમ વિજય રૂપાણી સરકારે રાજ્યમાં ૧૮૮૩ કરોડનાં વિકાસ કાર્યોને મંજૂરી આપી દીધી છે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી

નવા વર્ષે ગુજરાતમાં સીએમ વિજય રૂપાણી સરકારે રાજ્યમાં ૧૮૮૩ કરોડનાં વિકાસ કાર્યોને મંજૂરી આપી દીધી છે. સીએમ રૂપાણીએ રાજ્યની ૬ મહાનગરપાલિકા અને ૭ નગરપાલિકાઓ માટે રૂપિયા ૧૮૮૮ કરોડનાં વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, જે હેઠળ રાજકોટમાં પાંચ ફલાયઓવર બનાવીને શહેરમાં ટ્રાફિકની સમસ્યા આંશિક હળવી કરવામાં આવશે.

રાજકોટમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લેતાં સીએમ વિજય રૂપાણીએ રાજકોટ મહાનગરમાં પાંચ ફલાયઓવર બ્રિજના નિર્માણ માટે ૨૩૦ કરોડનાં કામો મંજૂર કર્યાં છે. આ કામો હેઠળ રાજકોટમાં ૧૫૦ ફીટ રિંગ રોડ રામાપીર ચોકડી પર ઓવરબ્રિજ, નાના મવા ચોકડી પર ઓવરબ્રિજ અને કાલાવાડ રોડ જડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ તેમ જ ગ્રીન લૅન્ડ ચોકડી પર ઓવરબ્રિજ અને ઉમિયા ચોક પાસે ઓવરબ્રિજનું નિર્માણ થશે. આ પાંચ ફ્લાયઓવરને કારણે રાજકોટવાસીઓને ટ્રાફિક જૅમમાંથી મુક્તિ મળશે અને સાથે-સાથે ઈંધણની પણ બચત થશે.

આ ઉપરાંત સીએમ રૂપાણીએ ડીસામાં ફ્લાયઓવર માટે ૫૦ કરોડ તો પાલનપુરમાં ૧ ફ્લાયઓવર માટે ૨૮ કરોડના કામને પણ મંજૂરી આપી દીધી છે તો બીજી બાજુ અમદાવાદમાં અમદાવાદ મહાપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કામો માટે ૫૯૯ કરોડ, સુરતમાં ૪૭૯ કરોડ તેમ જ વડોદરામાં ૧૭૯ કરોડ અને રાજકોટમાં ૧૪૪ કરોડ તથા જામનગર મહાનગરપાલિકાને ૬૫.૫૦ કરોડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં આઉટગ્રોથ વિસ્તારનાં વિકાસ કામો માટે ૨૫ કરોડનાં કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવા સાથે ડાકોર નગરપાલિકાને આગવી ઓળખનાં કામો અંતર્ગત ટાઉનહૉલ માટે ૩ કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી હેઠળ પેવરબ્લૉક, સી. સી. રોડ માટે સિદ્ધપુર નગરપાલિકાને ૭૫ લાખ, કડી નગરપાલિકાને ૨૧ લાખ અને ગોધરા નગરપાલિકાને ૪૮ લાખ મળી કુલ ૧.૪૪ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK